Video : છોકરીને ઈમ્પ્રેસ કરવાના ચક્કરમાં થઈ ફજેતી ! બાઈક પર ખતરનાક સ્ટંટ કરવા જતા હાલ થયા બેહાલ

આ દિવસોમાં એક યુવકનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવક તેના સ્ટંટ દ્વારા છોકરીને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ કંઈક એવુ થાય છે.જે જોઈને તમે પણ ચોંકી જશો.

Video : છોકરીને ઈમ્પ્રેસ કરવાના ચક્કરમાં થઈ ફજેતી ! બાઈક પર ખતરનાક સ્ટંટ કરવા જતા હાલ થયા બેહાલ
Stunt video goes viral
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 06, 2021 | 1:22 PM

Viral Video : સોશિયલ મીડિયાના આ યુગમાં દરેક વ્યક્તિ ફેમસ(Famous)  થવા માગે છે. કેટલાક લોકો અજીબોગરીબ હરકતો કરીને હેડલાઇન્સમાં રહેવા માગે છે. ખાસ કરીને યુવાનોમાં આજકાલ સ્ટંટનો(Stunt)  વધુ ક્રેઝ છે. કેટલાક લોકો આ સ્ટંટના ચક્કરમાં પોતાનો જીંદગી પણ જોખમમાં મુકતા અચકાતા નથી.તાજેતરમાં આવો જ એક સ્ટંટ વીડિયો સોશિયલ મીડિયા(Social Media) પર વાયરલ થઈ રહ્યો છે.જેમાં એક યુવાન છોકરીને ઈમ્પ્રેસ કરવા સ્ટંટ કરે છે,પરંતુ સ્ટંટના ચક્કરમાં કંઈક એવુ થાય છે,જે જોઈને સૌ કોઈ હસી રહ્યા છે.

આજકાલ દરેક વ્યક્તિ પોતાનુ ટેલેન્ટ દેખાડવાની રેસમાં જોવા મળે છે. તાજેતરમાં આવો જ એક વીડિયો (Video) સામે આવ્યો છે. જેમાં એક યુવક સ્પોર્ટ્સ બાઈક વડે છોકરીઓને ઈમ્પ્રેસ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ અંતે કંઈક એવું બને છે જેને કારણે લોકો હસીને લોટ પોટ થઈ જાય છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

જુઓ વીડિયો

સ્ટંટ વીડિયોએ ઈન્ટરનેટ પર મચાવી ધમાલ

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક યુવક છોકરીઓને ઈમ્પ્રેસ (Impress) કરવા માટે સ્ટંટ કરી રહ્યો છે. તમે જોઈ શકો છો કે જેવો યુવક સ્ટંટ બતાવવા માટે બાઈક સ્ટાર્ટ કર્યુ કે તરત જ તેનું બેલેન્સ બગડ્યું અને બાઈક સીધી નજીકમાં પાર્ક કરેલી અન્ય બાઈક સાથે અથડાઈ.આ જોઈને આસપાસના લોકો પણ દંગ રહી ગયા.

આ સ્ટંટ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી The Darwin Awards નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.જેમાં એક યુઝરે લખ્યુ કે, યુવાનોએ આ રીતે સ્ટંટ કરીને પોતાની જીંદગી દાવ પર ન મુકવી જોઈએ.જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, છોકરીને ઈમપ્રેશ કરવાના ચક્કરમાં સરેઆમ થઈ ફજેતી…આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા(Funny Comments)  આપતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : Jugaad : બોરી ઉઠાવવા આ વ્યક્તિએ લગાવ્યુ ગજબનુ દિમાગ, પરફેક્શન જોઈને લોકો મોઢામાં આંગળા નાખી ગયા !

આ પણ વાંચો : આ જ બાકી હતુ ! ઘોડો તો જુગારી નિકળ્યો, તીન પત્તી રમતા ઘોડાનો વીડિયો વાયરલ થતા યુઝર્સે લીધી મજા

g clip-path="url(#clip0_868_265)">