પાકિસ્તાની એકટ્રેસએ Pathaanના ‘બેશરમ રંગ’ ગીત પર ડાન્સ કરી મચાવી ધમાલ, નેટિઝન્સે કરી ટ્રોલ, જુઓ Video
Pakistani Actress Komal Rizvi Dance Video: પાકિસ્તાની એક્ટ્રેસ કોમલ રિઝવીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. જેમા શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણના બેશરમ રંગ ગીત પર તે ઠુમકા લગાવતી જોઈ શકાય છે.

Pakistani Actress Komal Rizvi Dance Video: પઠાણ ફિલ્મ બોક્સઓફિસ પર ઘણી હિટ સાબિત થઈ છે. શાહરૂખ ખાનની આ ફિલ્મની રિલીઝ થયાને હજુ માત્ર 5 જ દિવસ થયા છે અને આ પાંચ દિવસમાં જ ફિલ્મે ઝંડો લહેરાવી દીધો છે. મળતી વિગતો અનુસાર પાંચમાં દિવસે આ ફિલ્મે કમાણીના મામલે વર્લ્ડવાઈડ 550 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી શકી છે.
ખાસ વાત એ છે કે આ ફિલ્મ ભક્ત ભારતીયો માટે નહીં, પરંતુ પાકિસ્તાન સહિત વિશ્વભરના લોકોને પસંદ પડી રહી છે. સાથે જ તેના ગીતો પણ લોકોને ઘણા પસંદ આવી રહ્યા છે. હાલમાં એક પાકિસ્તાની અભિનેત્રીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે પઠાણના ‘બેશરમ રંગ’ ગીત પર જ મનમુકીને ઠુમકા લગાવતી જોઈ શકાય છે.
વીડિયોમાં જોઈ શકાય છ કે પાકિસ્તાની એક્ટ્રેસ કોમલ રિઝવી કેવી રીતે પઠાણના ગીત પર સુંદર ડાન્સ કરી રહી છે. તેમની સાથે વધુ અન્ય એક યુવતી પણ છે અને તે પણ તેના તાલમાં તાલ મિલાવતી જોઈ શકાય છે. અભિનેત્રીનો ન માત્ર ડાન્સ લોકોને પસંદ આવી રહ્યો છે. પરંતુ તેમની અદા પણ લોકોને પસંદ પડી રહી છે.
આ ઉપરાંત કોમલ રિઝવીએ ડાન્સ દરમિયાન એક્સપ્રેશન્સ પણ ગજબના આપ્યા છે. ફિલ્મમાં ગીત પર દીપિકા પાદુકોણે સુંદર ડાન્સ કર્યો છે અને લોકોને તેમની અદાઓના કાયલ કરી દીધા છે. પરંતુ આ મામલે પાકિસ્તાની એક્ટ્રેસ પણ કંઈ ઉતરતી નથી. તેનો ડાન્સ જોઈને પણ લોકો તેના દીવાના બની ગયા છે. જો કે કેટલાક યુઝર્સ તેને ટ્રોલ પણ કરી રહ્યા છે.
જુઓ પાકિસ્તાની અભિનેત્રી કોમલ રિઝવીનો ડાન્સ વીડિયો
View this post on Instagram
કોમલ રિઝવીના આ સુંદર ડાન્સ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર apniisp નામની આઈડી પરથી શેયર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં 52 હજારથી વધુ વખત જોવાઈ ચુક્યો છે. જ્યારે સેંકડો લોકો વીડિયોને લાઈક પણ કરી રહ્યા છે.
આ પણ વાંચો: પઠાણ ફિલ્મની બે ફેને ખરીદી 800 ટિકિટ, પરંતુ જોવા માટે કોઈ ના ફરક્યું, જુઓ Viral Video
તો લોકો વીડિયો જોઈને અનેક પ્રકારની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યુ છે કે ‘આ જ ડાન્સ દીપિકાની જેમ બિકનીમાં કરતી તો વધુ સારુ રહેતુ. જોઈને મજા ન આવી’ તો અન્ય એક યુઝરે લખ્યુ છે કે ‘વિશ્વાસ રાખો એક એક સ્ટેપ બકવાસ છે અને અમને પસંદ નથી આવ્યુ ના તો તેનાથી એન્ટરટેન થયા છીએ’.