PM નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે આ કલાકારે આપી અનોખી ભેટ, જોઈને તમે પણ કહેશો OMG

|

Sep 17, 2021 | 4:31 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે (PM Modi Birthday)તેમના એક ચાહકે તેમના માટે ખાસ તસવીર બનાવી છે. ઓરિસ્સાના ભુવનેશ્વરની રહેવાસી આ કલાકારનું નામ પ્રિયંકા સાહની છે. પ્રિયંકાએ અનાજની મદદથી 8 ફૂટ ઉંચી નરેન્દ્ર મોદીની તસવીર બનાવી છે.

PM નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે આ કલાકારે આપી અનોખી ભેટ, જોઈને તમે પણ કહેશો OMG
Narendra Modi's fan made an 8-feet-long picture of grain

Follow us on

PM Narendra Modi’s Birthday: આજે 17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)નો જન્મદિવસ છે. નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર તેમને દેશભરમાંથી શુભેચ્છા આપવામાં આવી રહી છે. લોકો નરેન્દ્ર મોદીના જન્મદિવસની અલગ અલગ રીતે ઉજવણી કરી રહ્યા છે.

 

હવે આ ખાસ પ્રસંગે તેમના એક ચાહકે તેમના માટે એક ખાસ તસવીર બનાવી છે. તેમના આ ફેન્સનું નામ પ્રિયંકા સાહની (Priyanka Shahni)છે. પ્રિયંકાએ અનાજની મદદથી 8 ફૂટ ઉંચી અને 4 ફૂટ પહોળી પ્લાય બોર્ડ પર નરેન્દ્ર મોદીની તસવીર બનાવી છે. આ તસવીર હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

તમને જણાવી દઈએ કે પ્રિયંકાએ આપેલી આ ભેટ ANI દ્વારા તેના સોશિયલ મીડિયા (Social media)પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી છે. નરેન્દ્ર મોદીના ચાહકો અનાજમાંથી બનેલી આ તસવીરને ખૂબ પસંદ કરી રહ્યા છે.

 

જુઓ તસવીર

 

ઓડિશાના લોકો દ્વારા વિશ્વના લોકપ્રિય નેતા નરેન્દ્ર મોદીને જન્મદિવસની ભેટ

પ્રિયંકા સાહનીએ જણાવ્યુ હતુ કે ‘ભારત કૃષિપ્રધાન દેશ છે, તેથી મેં પ્રધાનમંત્રીને આદર આપવા માટે અનાજનો ઉપયોગ કરીને આ તસવીર બનાવી છે. ઉપરાંત તે ઓડિશાની પટ્ટાચિત્રની પરંપરાને પણ પ્રતિબિંબિત કરે છે. વધુમાં તેમણે કહ્યું કે આ ઓડિશાના (Odisha) લોકો દ્વારા વિશ્વના લોકપ્રિય નેતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની ભેટ છે.

 

યુઝર્સે આપી કંઈક આવી પ્રતિક્રિયા

તમને જણાવી દઈએ કે કલાકાર પ્રિયંકા સાહની ભુવનેશ્વરની રહેવાસી છે અને તે ચિત્રકામ (Painting) કરે છે. સાહનીએ પીએમ મોદીની તસવીર બનાવતી વખતે ચોખા, દાળ જેવા અનાજનો ઉપયોગ કર્યો હતો. નરેન્દ્ર મોદીના ચાહકો પ્રિયંકાએ બનાવેલી તસવીર પર પ્રતિક્રિયાઓ શેર કરી રહ્યા છે.

 

જેમાં એક યુઝર્સે પ્રતિક્રિયા આપતા લખ્યું કે, ‘ખૂબ જ અદ્ભુત તસવીર’ જ્યારે અન્ય એક યુઝર્સ લખ્યું કે, ‘આવી કલાત્મકતા ભાગ્યે જ પહેલા ક્યારેય જોઈ હશે’ આ સિવાય મોટાભાગના યુઝર્સ નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે.

 

આ પણ વાંચો: Namo@71 : રાહુલ ગાંધીએ પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કહ્યું,“Happy Birthday, Modi ji”

 

આ પણ વાંચો: SCOમાં પ્રધાનમંત્રી મોદીએ આપ્યુ સંબોધન, કહ્યુ “અફઘાનિસ્તાનની સ્થિતિ બાદ પડકારો વધી ગયા”

Published On - 4:30 pm, Fri, 17 September 21

Next Article