માદરે વતન પરત ફરેલા જવાનનું પરિવારે કર્યું અનોખુ સ્વાગત, Viral Video જોયા પછી ગદગદ થઈ જશો

Indian Army Jawan Video: સ્વતંત્રતા દિન પર એક સુંદર વીડિયો વાયરલ થઇ રહ્યો છે, એક પરિવાર ભારતીય સેનામાં સૈનિક તરીકે પરત ફરેલા યુવકનું ભવ્ય સ્વાગત કરે છે.

માદરે વતન પરત ફરેલા જવાનનું પરિવારે કર્યું અનોખુ સ્વાગત, Viral Video જોયા પછી ગદગદ થઈ જશો
Indian Army
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2023 | 5:52 PM

Indian Army Soldier Video: દરેક ભારતીય બાળક અને યુવાનોનું સપનું છે કે તેઓ ભારતીય સેનામાં જોડાય અને દેશની સેવા કરે અને પ્રતિષ્ઠિત આર્મી યુનિફોર્મ પહેરવાની તક મળે. આ સ્વતંત્રતા દિન પર એક સુંદર વીડિયો વાયરલ થઇ રહ્યો છે, એક પરિવાર ભારતીય સેનામાં સૈનિક તરીકે પરત ફરેલા યુવકનું ભવ્ય સ્વાગત કરે છે. શૌર્ય ચક્ર (નિવૃત્ત) મેજર પવન કુમાર દ્વારા X પર વીડિયો શેર કરવામાં આવ્યો હતો. વીડિયો પંજાબનો છે.

આ પણ વાંચો : Cloud burst video : વાદળો કેમ અને કેવી રીતે ફાટે છે ? જાણો સમગ્ર બાબત આ એક વીડિયો દ્વારા

વાહનો પર ભગવાનનું નામ લખવું જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે આપ્યો જવબ
અંબાણીના ફંક્શન માટે કરોડો રૂપિયા લેનાર રિહાના છોડી રહી છે ઇન્ડસ્ટ્રી!
પીરિયડ્સ દરમિયાન મંદિર જવું જોઈએ કે નહીં? કથાકાર જયા કિશોરીએ જણાવ્યો જવાબ
માઈગ્રેનથી પરેશાન છો? તો બનાવો આ દેશી ટી, તુરંત મળશે રાહત
રાત્રે કેટલી રોટલી ખાવી જોઈએ?
કાવ્યા મારન નીકળી અસલી બાજીગર, IPLમાં હાર બાદ પણ આ રીતે કરી 5,200 કરોડની કમાણી

રિટાયર્ડ મેજરે વીડિયો સાથે કેપ્શનમાં આ લખ્યું છે

રિટાયર્ડ મેજરે કેપ્શન સાથે વીડિયો શેર કર્યો છે. કેપ્શનમાં લખ્યું હતું કે, “ભારતીય સેનાનો સૈનિક બનવા પર ગામવાસીઓ, સ્વજનો અને આ યુવાન પુત્રનું ગૌરવ જુઓ. નામ,નમક, નિશાન: જેના માટે તે છેલ્લા શ્વાસ સુધી લડશે.” કોઇ પણ રાષ્ટ્ર ક્યારેય અસફળ નહીં થાય જો તે રાષ્ટ્રના સૌનિકને દેશની રક્ષા માટે પ્રેરીત કરવામાં આવે.”

જવાનનું પરિવારે રેડ કાર્પેટ બિછાવીને સ્વાગત કર્યું હતું

વીડિયોમાં જોઈ શકાય છે કે પરિવારે તેમના પુત્રના પરત ફરવા માટે સરળ છતાં હૃદયસ્પર્શી તૈયારીઓ કરી હતી, જે હવે ભારતીય સેનામાં સૈનિક છે. વીડિયોમાં શેરડીના ખેતરના કિનારે એક કાર રોકાતી જોઈ શકાય છે. જે બાદ એક ભારતીય સૈનિક કારમાંથી બહાર નીકળે છે. આ દરમિયાન પરિવારના સભ્યો તેમને રિસીવ કરવા માટે ત્યાં પહોંચે છે અને તેમને આવકારવા માટે બિછાવેલી રેડ કાર્પેટની શરૂઆતમાં રોકવા માટે કહે છે.જવાને જોયું કે તેના પરિવારે ઘરના પ્રવેશદ્વાર પર લાલ રંગની જાજમ પાથરી હતી. સૈનિકના ચહેરા પર સ્મિત છે અને તે કાર્પેટ પાસે ઉભો છે.

પરિવારના સભ્યોએ ખુશીથી આવું કામ કર્યું

આર્મી સ્ટાઈલમાં કૂચ કરે છે અને પોતાના પરિવાર સુધી પહોંચે છે. તેની પાસે પહોંચ્યા પછી, તે તેની દાદીના પગે લાગી આશિર્વાદ લે છે. આ પછી તે તેમને ગળે લગાવે છે. તેમના દાદાએ પણ તેમનું અભિવાદન કર્યું અને સ્વાગત કર્યું, જેના માટે તેઓ વાહેગુરુજીનો આભાર માને છે. આ પછી, પરિવારના તમામ સભ્યો યુવક પર ફૂલ વરસાવે છે. પરિવારના અન્ય સભ્યો તેમને તેમની વચ્ચે મેળવીને ખૂબ જ ખુશ થાય છે અને દરેક વ્યક્તિ તેમની સિદ્ધિ માટે તેમને અભિનંદન અને આશીર્વાદ આપે છે.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">