Vadodara: વિદ્યાર્થીનીઓને અશ્લિલ વીડિયો બતાવનાર પાદરાની પ્રાથમિક શાળાનો આચાર્ય સસ્પેન્ડ, શિક્ષણાધીકારીની કાર્યવાહી
વડોદરાના પાદરા તાલુકામાં શાળાના આચાર્ય દ્વારા વિદ્યાર્થીનીઓને અશ્લિલ વિડીયો બતાવવાની ઘટના સામે આવી હતી. ઘટના અંગે પોલીસે પોસ્કો એક્ટ મુજબ ફરિયાદ નોંધીને કાર્યવાહી શરુ કરી હતી.
વડોદરાના પાદરા તાલુકામાં શાળાના આચાર્ય દ્વારા વિદ્યાર્થીનીઓને અશ્લિલ વિડીયો બતાવવાની ઘટના સામે આવી હતી. ઘટના અંગે પોલીસે પોસ્કો એક્ટ મુજબ ફરિયાદ નોંધીને કાર્યવાહી શરુ કરી હતી. આ દરમિયાન જિલ્લા શિક્ષણાધીકારી દ્વારા આચાર્યને સસ્પેન્ડ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. પાદરાની અભોર પ્રાથમિક શાળાના આચાર્યને સસ્પેન્ડ કરવાનો આદેશ કરાયો છે.
વિદ્યાર્થીઓને શૌચાલયમાં બોલાવીને તેમને મોબાઈલ ફોનમાં પોર્ન વીડિયો બતાવવાનો પ્રયાસ આચાર્ય મહેન્દ્ર જાદવે કર્યો હતો.આ અંગેના આક્ષેપો બાદ મામલો મંગળવારે વડુ પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યાં વડુ પોલીસે ઘટના અંગે તપાસ શરુ કરી હતી. મંગળવારે ગ્રામજનોએ એકઠા થઈને આચાર્યની હરકત સામે હોબાળો મચાવ્યો હતો અને ગ્રામજનો પોલીસ મથકે પહોંચ્યા હતા.
આ પણ વાંચોઃ Sabarkantha: હિંમતનગર શહેરમાં એક સપ્તાહથી દીપડાનો ભય, પોલીસ હેડક્વાર્ટર અને ક્લેકટર નિવાસ નજીક ચહલપહલ!
વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો