પાકિસ્તાનમાં પાવર કટ પર સત્તાધિશો થયા ટ્રોલ, પાકિસ્તાનીઓએ મીમ્સ શેર કરી લીધી મજા, જુઓ Video

|

Jan 23, 2023 | 4:20 PM

Power Outage: પાકિસ્તાનમાં નેશનલ ગ્રીડ સિસ્ટમ ફેલ થવાને કારણે લાહોર, કરાચી સહિત દેશના અનેક મોટા શહેરોમાં વીજળી ડૂલ થઈ છે. દેશ અંધારામાં ડૂબી ગયો છે. આ તમામ વચ્ચે ટ્વીટર પર પાકિસ્તાની જનતા તેમના સત્તાધિશોને વિવિધ મીમ્સ શેર કરી ટ્રોલ કરી રહી છે.

પાકિસ્તાનમાં પાવર કટ પર સત્તાધિશો થયા ટ્રોલ, પાકિસ્તાનીઓએ મીમ્સ શેર કરી લીધી મજા, જુઓ Video
પાકિસ્તાનમાં બત્તી ગૂલ, ફન્ની મીમ્સ થયા વાયરલ
Image Credit source: Twitter/@Mkedits56

Follow us on

Electricity Shut Down In Pakistan: આર્થિક કટોકટીનો માર વેઠી રહેલા પાકિસ્તાન પર વધુ એક મુસીબત આવી પડી છે. નેશનલ ગ્રીડ સિસ્ટમ ફેલ થવાને કારણે દેશમાં ઈસ્લામાબાદ, લાહોર, કરાચી સહિત અનેક મોટા શહેરમાં વીજળી ડૂલ થઈ છે. જેમા દેશ અંધારામાં ડૂબેલો છે. પાકિસ્તાની સોશ્યિલ મીડિયા પર તેના સત્તાધિશોને જનતા ખૂબ ખરીખોટી સુણાવી રહી છે.

પાકિસ્તાનમાં ટ્વીટર પર હેશટેગ #Electricity Shut Down In Pakistan અને #poweroutage ટોપ ટ્રેન્ડ કરી રહ્યુ છે. પાકિસ્તાનીઓ રમૂજી મીમ્સ દ્વારા સરકારની ઠેકડી ઉડાવતા અને તેમના હાલ-એ-દિલ જણાવી રહ્યા છે. આવો નજર કરીએ લોટપોટ કરી દેનારા આવા મીમ્સ પર..

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

‘Welcome ટુ પુરાના પાકિસ્તાન’

 

 

 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાનમાં વીજળી શરૂ થવામાં 6થી7 કલાકનો સમય લાગી શકે છે. કરાચીના 90 ટકા વિસ્તારમાં વીજળી નથી. ત્યારે અહીંની જનતાનો ગુસ્સો ફુટી પડ્યો છે. આરજે કમ હોસ્ટ અનુષે અશરફે ટ્વીટ કર્યુ છે કે “સામાન્ય જનતાની પહોંચથી ગેસ તો દૂર થઈ જ ગયો હવે બત્તી ગૂલની પણ સમસ્યા. પાકિસ્તાન કેટલાક ગણ્યા-ગાંઠ્યા લોકો માટે બિઝનેસ બની ગયુ છે”.

 

આ તરફ જૂનૈરા ઈમામે લખ્યુ છે કે “બોર્ડરને સેફ કરવાથી શું ફાયદો જ્યારે દેશ અંદરથી જ ખોખલો થઈ રહ્યો છે. આપણે હવે આપણી પ્રાથમિક્તાઓ પર પુનર્વિચાર કરવાની જરૂર છે.”

 

આ પણ વાંચો: મેટ્રો રોકાઈ, બજારો બંધ, ઘરોમાં અંધારપટ, પાવર કટના કારણે પાકિસ્તાનમાં હોબાળો

મોટાભાગના પાકિસ્તાનીઓ મીમ્સ દ્વારા સરકારને ખૂબ ખરીખોટી સંભળાવી રહ્યા છે. કેટલાક મીમ્સ તો એટલા રમૂજી છે કે હસ્યા વિના રહી નહીં શકો.

Published On - 4:20 pm, Mon, 23 January 23

Next Article