AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાકિસ્તાનની ડૂબતી અર્થવ્યવસ્થા ભારતને પણ પ્રભાવિત કરી રહી છે, જાણો કઈ રીતે

ટાટા જૂથ પાકિસ્તાનના કાપડ અને ટેલિકોમ્યુનિકેશન ઉદ્યોગમાં સંયુક્ત સાહસો સાથે સક્રિય છે. ટાટા ટેક્સટાઈલ્સ મિલ્સ લિમિટેડ કોટન યાર્ન અને ફેબ્રિકનું ઉત્પાદન કરતી એક વિશાળ કંપની છે જો કે તેના માલિક પાકિસ્તાની છે. ટાટા ટેલિ સર્વિસિસ પાકિસ્તાન ટેલિકોમ્યુનિકેશન કંપની લિમિટેડ (PTCL) સાથે પણ બિઝનેસ કરે છે.

પાકિસ્તાનની ડૂબતી અર્થવ્યવસ્થા ભારતને પણ પ્રભાવિત કરી રહી છે, જાણો કઈ રીતે
The government treasury of Pakistan has been affected
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 23, 2023 | 11:15 AM
Share

પાકિસ્તાનની અર્થવ્યવસ્થા મોંઘવારી અને સરકારી તિજોરી ખાલી થવાને કારણે ખરાબ રીતે પ્રભાવિત થઈને ગરીબીની આરે પહોંચી ગઈ છે. આ સંકટમાંથી બહાર આવવા માટે પાકિસ્તાન સરકાર વિદેશી અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓ પાસેથી લોનના રૂપમાં આર્થિક મદદ માંગી રહી છે પરંતુ કોઈ તેમને લોન આપવા કોઈ તૈયાર નથી. જો સ્થિતિ શ્રીલંકા જેવી થશે તો તેની અસર માત્ર પાકિસ્તાન જ નહીં પરંતુ ભારતીય કંપનીઓ પર પણ પડશે. ભારતીય દિગ્ગ્જ કંપની ટાટા સહિતની ઘણી કંપનીઓ સંયુક્ત સાહસ સાથે પાકિસ્તાનમાં બિઝનેસ કરે છે. બંને દેશો વચ્ચે માલસામાનની આયાત અને નિકાસ થાય છે. જો પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ડૂબી જશે તો આ ભારતીય કંપનીઓના વેપારને પણ અસર થશે.

ટાટા અને જિંદાલ ગ્રુપનો પાકિસ્તાનમાં બિઝનેસ ફેલાયેલો છે

ટાટા જૂથ પાકિસ્તાનના કાપડ અને ટેલિકોમ્યુનિકેશન ઉદ્યોગમાં સંયુક્ત સાહસો સાથે સક્રિય છે. ટાટા ટેક્સટાઈલ્સ મિલ્સ લિમિટેડ કોટન યાર્ન અને ફેબ્રિકનું ઉત્પાદન કરતી એક વિશાળ કંપની છે જો કે તેના માલિક પાકિસ્તાની છે. ટાટા ટેલિ સર્વિસિસ પાકિસ્તાન ટેલિકોમ્યુનિકેશન કંપની લિમિટેડ (PTCL) સાથે પણ બિઝનેસ કરે છે. આ સંયુક્ત સાહસ પાકિસ્તાનમાં ટેલિકોમ્યુનિકેશન અને બ્રોડબેન્ડ સેવાઓ પૂરી પાડે છે.

સ્ટીલ કંપની જિંદાલ સ્ટીલનો પણ પાકિસ્તાનમાં મોટો બિઝનેસ છે. જિંદાલ પરિવાર અને પૂર્વ પીએમ નવાઝ શરીફના બિઝનેસ સંબંધો જાણીતા છે. જિંદાલ સ્ટીલ પાકિસ્તાનના ઉર્જા ક્ષેત્રમાં પણ સક્રિય છે, તેથી આ ઇસ્લામિક દેશમાં ચાલી રહેલી દુર્દશા આ ભારતીય કંપનીઓના વ્યવસાયને અસર કરે તેવી શક્યતા છે.

આયાત-નિકાસને પણ અસર થશે

પાકિસ્તાનમાં ચાલી રહેલા ખરાબ આર્થિક સમયને કારણે બંને દેશો વચ્ચેની આયાત-નિકાસ જેવી વ્યાપારિક ગતિવિધિઓ પણ પ્રભાવિત થઈ રહી છે. ટ્રેડિંગ ઈકોનોમિક્સના રિપોર્ટ અનુસાર, પાકિસ્તાને 2021માં ભારતથી લગભગ 503 મિલિયન ડોલરની આયાત કરી હતી.

જેમાં મેડિકલ પ્રોડક્ટ્સ, કેમિકલ, ખાંડ અને પ્લાસ્ટિકનો સામાન ભારતથી પાકિસ્તાન મોકલવામાં આવ્યો હતો. જો પાકિસ્તાનમાં સ્થિતિ વધુ વણસે તો આયાત-નિકાસને ઘણી અસર થશે અને પાકિસ્તાનમાં માલની નિકાસ કરતી ભારતીય કંપનીઓનો બિઝનેસ ઘટી શકે છે.

Pakistan માં લોકો પોતાની કેશ સોનામાં તબદીલ કરી રહ્યા છે

પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે. વિદેશી હૂંડિયામણનો ભંડાર ખતમ થવા જઈ રહ્યો છે અને દેશ મોંઘવારી સામે ઝઝૂમી રહ્યો છે. ખાદ્ય પદાર્થોના ભાવ આસમાને પહોંચી ગયા છે. સ્થિતિ એ હદે ગંભીર બની ગઈ છે કે ઘઉંના લોટ માટે લાંબી કતારો લાગી રહી છે અને અનાજ માટે લોકો તકરાર ઉપર ઉતરી રહ્યા છે. હવે પાકિસ્તાનના લોકોને પણ એવું લાગવા લાગ્યું છે કે પાકિસ્તાન નાદાર થઈ શકે છે તેથી જ તેઓ સલામતી માટે ચલણી નોટના સ્થાને સોનુ પોતાની પાસે રાખવા માંગે છે. જબરદસ્ત ખરીદીના કારણે આ કિંમતી ધાતુની કિંમત રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. રસપ્રદ વાત એ છે કે ત્યાં સોનાની ભારે માંગ હોવા છતાં જ્વેલર્સનો ધંધો ઠંડો છે. તેનું કારણ એ છે કે લોકો સોનાના ઘરેણા નથી બનાવી રહ્યા પણ સોનાના બિસ્કિટ ખરીદી રહ્યા છે.

g clip-path="url(#clip0_868_265)">