AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Funny Video: છોકરાની ફની હેરસ્ટાઈલ જોઈ લોકોએ કહ્યું ‘કોઈ આ બાર્બરની ધરપકડ કરો’

દુનિયામાં એવા ઘણા લોકો છે જે પોતાની હેરસ્ટાઈલને લઈને ખૂબ જ સભાન છે. તમે ફિલ્મ 'તેરે નામ' જોઈ જ હશે. જેમાં સલમાન ખાને જે પ્રકારની હેરસ્ટાઈલ (Hairstyle) રાખી હતી, તેને પાછળથી ઘણા લોકોએ કોપી કરી હતી.

Funny Video: છોકરાની ફની હેરસ્ટાઈલ જોઈ લોકોએ કહ્યું 'કોઈ આ બાર્બરની ધરપકડ કરો'
New and very unique hairstyle (Instagram)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 26, 2022 | 9:14 AM
Share

આજકાલ લોકો પોતાને અલગ અને યુનિક દેખાવા માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે. કેટલાક જબરદસ્ત ડિઝાઈન બનાવીને લોકોને આશ્ચર્યચકિત કરે છે, જ્યારે કેટલાક પોતાના આખા શરીર પર ટેટૂ કરાવીને દુનિયામાં અલગ દેખાવાનો પ્રયાસ કરે છે. તો કેટલાક લોકો હેરસ્ટાઇલ (Hairstyle)પર પણ ખૂબ ધ્યાન આપે છે. દુનિયામાં એવા ઘણા લોકો છે જે પોતાની હેરસ્ટાઈલને લઈને ખૂબ જ સભાન છે. તમે ફિલ્મ ‘તેરે નામ’ જોઈ જ હશે. જેમાં સલમાન ખાને જે પ્રકારની હેરસ્ટાઈલ રાખી હતી, તેને પાછળથી ઘણા લોકોએ કોપી કરી હતી.

જો કે, હવે યુગ ઘણો બદલાઈ ગયો છે અને લોકો ફિલ્મોની સાથે પોતાની સ્ટાઈલ પણ લાવી રહ્યા છે અને તે જ સ્ટાઈલમાં વાળ કપાવીને બધાને ચોંકાવી દે છે. આજકાલ આવી જ હેરસ્ટાઈલવાળા છોકરાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ (Viral Video)થઈ રહ્યો છે, જેને જોઈને તમે ન માત્ર ચોંકી જશો, પરંતુ તમે હસીને લોટપોટ થઈ જશો.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે બાર્બરએ છોકરાના માથા પરથી બે જગ્યા સિવાય તમામ વાળ કાઢી નાખ્યા છે. તેને તેના માથાની મધ્યમાં બે જગ્યાએ થોડા વાળ છોડી દીધા છે અને ઉપરથી તેને એકસાથે બાંધી દિધા છે. તે પછી, તેને તેમાં એક મોતી પણ નાખ્યું, જે હલનચલન કરતી વખતે ચાલતું રહે છે. હવે આવી હેરસ્ટાઈલ જોઈને હસવું નહીં આવે તો બીજું શું આવશે. આ પ્રકારની હેરસ્ટાઈલ તમે આ પહેલા ભાગ્યે જ જોઈ હશે. તે તદ્દન યૂનિક છે. આ અનોખી હેરસ્ટાઈલ જોઈને કોઈ પણ હસ્યા વગર ન રહી શકે.

View this post on Instagram

A post shared by Jack Jack (@_true_love_jack)

આ ફની વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર _true_love_jack નામથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 2 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે, જ્યારે 4 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે. તે જ સમયે, લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે તો એમ પણ લખ્યું છે કે ‘કોઈક આ બાર્બરની ધરપકડ કરો’, જ્યારે બીજા યુઝરે લખ્યું છે કે, ‘બધી નવી સ્ટાઈલ સુંદર નથી હોતી, આ રહ્યો પુરાવો’.

આ પણ વાંચો: Viral Video: વાંદરાનો આ વીડિયો જોઈને લોકોમાં ભભૂકી ઉઠ્યો રોષ, તમે પણ જુઓ શું છે તે વીડિયોમાં

આ પણ વાંચો: Viral: શખ્સએ ચલાવી એવી ખતરનાક બાઈક કે સીડી પાસે ઉભા રહેલા વ્યક્તિએ ભાગવું ભારે પડ્યું, જુઓ વીડિયો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">