બેદરકારીની હદ ! બાળકને દુર સુધી ઢસડતી ગઈ બસ, ચમત્કારિક રીતે બચ્યો જીવ, જુઓ Viral Video

હાલ સોશિયલ મીડિયા (Social Media)પર વાયરલ (Shocking Viral Video)થઈ રહેલા આ વીડિયોને જોઈ લોકો ડ્રાઈવરને ઘોર બેદરકાર કહી રહ્યા છે. આ ઘટના બાદ ડ્રાઈવરની બેદરકારીના કારણે તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી છે.

બેદરકારીની હદ ! બાળકને દુર સુધી ઢસડતી ગઈ બસ, ચમત્કારિક રીતે બચ્યો જીવ, જુઓ Viral Video
Shocking Viral VideoImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2022 | 12:45 PM

ડ્રાઈવરની બેદરકારી એક બાળકનો જીવ જોખમમાં મુકી દીધો હતો. વાસ્તવમાં બસમાંથી ઉતરતી વખતે ડ્રાઈવરની બેદરકારીને કારણે બાળકની સ્કૂલ બેગ ઓટોમેટેડ દરવાજામાં ફસાઈ ગઈ, જેના કારણે તે ચાલતી બસ સાથે કેટલાય મીટર સુધી ઢસડાતું રહ્યું. કેટલાય મીટર સુધી ઢસડાવાના કારણે બાળક ઘાયલ થયું હતું, હાલ સોશિયલ મીડિયા (Social Media)પર વાયરલ (Shocking Viral Video)થઈ રહેલા આ વીડિયોને જોઈ લોકો ડ્રાઈવરને ઘોર બેદરકાર કહી રહ્યા છે.

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે બસમાં મહિલા ડ્રાઈવર એક બાળક અને એક પૂરૂષ જોવા મળે છે. ત્યારે બાળકનું સ્ટોપ આવી જતા મહિલા બસ ડ્રાઈવર બસ ઉભી રાખે છે અને બાળક નીચે ઉતરવા લાગે છે જેવું બાળક નીચે ઉતરવા જાય છે કે ડ્રાઈવર ઓટોમેટેડ દરવાજો બંધ કરી દે છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

બાળક પુરૂ નીચે ઉતર્યું ન હતું ત્યાં જ દરવાજો બંધ થઈ જતા તેનું બેગ દરવાજા વચ્ચે ફસાઈ જાય છે જે મહિલા ડ્રાઈવરે જોયું નહીં અને બસ ચલાવી દીધી. બાળક બિચારૂ બસ સાથે ઢસડાતું આવે છે. પરંતુ ચમત્કારિક રીતે બાળકનો જીવ બચી ગયો હતો. આ ઘટના બાદ ડ્રાઈવરની બેદરકારીના કારણે તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી છે.

આ વીડિયો Dean Blundell નામના યુઝર્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર મુક્યો છે. જેમાં કેપ્શનમાં લખ્યું છે કે, હોલી શિટ. નાની બાળકી ચમત્કારિક રીતે ઠીક છે, બસ ડ્રાઇવરને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી છે. ત્યારે અન્ય યુઝર્સ કમેન્ટ્સ કરી કે ‘ડ્રાઈવર હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરો’ ત્યારે અન્ય યુઝર્સે કહ્યું કે ‘નોકરી પરથી કાઢી મુકવું પુરૂતું નથી’ એકંદરે યુઝર્સ આ વીડિયો જોઈ ડ્રાઈવર પર ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">