Viral: સ્વાગતના બદલામાં પિટાઈ ! એરપોર્ટ પર સ્વાગત કરવા આવેલા પુત્ર પર થયો ચંપલનો વરસાદ

|

Dec 02, 2021 | 6:50 AM

હાલમાં એક રમુજી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એરપોર્ટ પર જ એક મહિલા વ્હાલમાં તેના દિકરાની ચંપલથી પીટાઈ કરતી જોવા મળી રહી છે.

Viral: સ્વાગતના બદલામાં પિટાઈ ! એરપોર્ટ પર સ્વાગત કરવા આવેલા પુત્ર પર થયો ચંપલનો વરસાદ

Follow us on

Funny Video: મા-દીકરાનો સંબંધ ખૂબ જ સુંદર અને પ્રેમાળ હોય છે. માતા પોતાના બાળકની દરેક ઈચ્છા પૂરી કરવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. આ પ્રકરના ઘણા વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર જોવા મળે છે. જેમાં કેટલાક વીડિયો જોઈને યુઝર્સ ઈમોશનલ (Emmotional) થઈ જાય છે. જ્યારે કેટલાક ફની વીડિયો જોઈને યુઝર્સ હસીને લોટ પોટ થઈ જાય છે. તાજેતરમાં આવો જ એક રમુજી વીડિયો ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

પુત્રએ આ રીતે કર્યુ સ્વાગત

સોશિયલ મીડિયા પર જે વીડિયો જોવા મળી રહ્યો છે તે એરપોર્ટનો (Airport) છે. વીડિયોમાં પુત્ર એરપોર્ટ પર તેની માતાનું સ્વાગત કરતો જોવા મળે છે. પુત્રના હાથમાં સુંદર ફૂલોનો ગુલદસ્તો પણ છે. એ જ છોકરાએ બીજા હાથમાં બોર્ડ છે, જેના પર લખ્યું હતું કે, We Missed You. વીડિયોમાં જોવા મળે છે કે જ્યારે માતા તેના પુત્ર પાસે પહોંચે છે ત્યારે એક રમુજી ઘટના બને છે.

 

જુઓ વીડિયો

 

રમુજી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે માતા પુત્ર પાસે પહોંચે છે. પછી તરત જ તે તેના પર ચંપલનો વરસાદ કરવા લાગે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર anwar પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયો શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું- મારી મમ્મી પાછી આવી ગઈ છે….. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખોથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે.

 

આ વીડિયો જોઈને ઘણા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે તો ઘણા આ વીડિયોને ફની કહી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યુ કે માતા-પુત્રનો અનોખો પ્રેમ…જ્યારે અન્ય યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

 

 

આ પણ વાંચો : અઢી કલાક સુધી હવામાં લટકતો રહ્યો આ વ્યક્તિ ! પૈસા બચાવવા વિમાનનું વ્હીલ પકડીને કરી મોતની સફર,જુઓ VIDEO

 

આ પણ વાંચો : ગ્રાન્ડ એન્ટ્રીના ચક્કરમાં થઈ ગ્રાઉન્ડ એન્ટ્રી ! JCBની ટ્રોલીએ દગો આપતા દુલ્હા-દુલ્હનના હાલ થયા બેહાલ,જુઓ VIDEO

Published On - 8:22 pm, Wed, 1 December 21

Next Article