ગ્રાન્ડ એન્ટ્રીના ચક્કરમાં થઈ ગ્રાઉન્ડ એન્ટ્રી ! JCBની ટ્રોલીએ દગો આપતા દુલ્હા-દુલ્હનના હાલ થયા બેહાલ,જુઓ VIDEO

આ દિવસોમાં લગ્નનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.જેમાં ગ્રાન્ડ અન્ટ્રીના ચક્કરમાં કંઈક એવુ થાય છે જે જોઈને તમે પણ ચોંકી જશો.

ગ્રાન્ડ એન્ટ્રીના ચક્કરમાં થઈ ગ્રાઉન્ડ એન્ટ્રી ! JCBની ટ્રોલીએ દગો આપતા દુલ્હા-દુલ્હનના હાલ થયા બેહાલ,જુઓ VIDEO
Wedding video goes viral

Funny Video : લગ્નની સિઝન શરૂ થતા જ સોશિયલ મીડિયા પર જાણે લગ્ન (Wedding) સંબધિત વીડિયોનું ઘોડાપૂર આવ્યુ હોય તેવુ લાગી રહ્યુ છે.સામાન્ય રીતે લગ્નમાં દુલ્હા-દુલ્હનની (Bride-Groom) એન્ટ્રી ખુબ ખાસ હોય છે.લોકોથી કંઈક અલગ કરવા અગાઉથી જ દુલ્હા-દુલ્હન તૈયારી કરતા જોવા મળે છે.પરંતુ ક્યારેક ગ્રાન્ડ એન્ટ્રીના(Grand Entry)  ચક્કરમાં કંઈક એવુ થાય છે કે જોઈને લોકોના હોંશ ઉડી જાય છે.તાજેતરમાં આવો જ એક વીડિયો ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

ગ્રાન્ડ એન્ટ્રીના ચક્કરમાં દુલ્હા-દુલ્હનના બેહાલ

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે,દુલ્હા-દુલ્હને ગ્રાન્ડ એન્ટ્રી માટે હટકે પ્લાન કર્યો છે.આ કપલે એન્ટ્રી માટે JCBનો સહારો લીધો.મહેમાનો પણ આ નવીનતમ પહેલ જોઈને ખુબ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે.પરંતુ થોડી વાર બાદ જ JCBની ટ્રોલી એવી તો ઉંચી જાય છે,કે દુલ્હા-દુલ્હન મહેમાનોની(Guest) વચ્ચે જ ખાબકે છે. ગ્રાન્ડ એન્ટ્રીના ચક્કરમાં આ કપલના હાલ-બેહાલ થાય છે.આ જોઈને મહેમાનો પણ ચોંકી જાય છે.આ વીડિયો હાલ ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે.

જુઓ વીડિયો

રમુજી વીડિયોએ ઈન્ટરનેટ પર ધમાલ મચાવી

આ રમુજી વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી @vijayrampatrika નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.લોકોને આ વીડિયો ખુબ પસંદ આવી રહ્યો છે,અત્યાર સુધીમાં આ વીડિયોને હજારો વ્યુઝ અને લાઈક્સ મળી ચૂક્યા છે.

યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર રમુજી પ્રતિક્રિયા(Funny Comments) આપતા જોવા મળી રહ્યા છે.એક યુઝરે કોમેન્ટ કરતા લક્યુ કે,JCB વાળો ભુલી ગયો હશે કે,તેને લગ્નનું કામ મળ્યુ છે.જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, લગ્નમાં આવી અતરંગી હરકત કરવાની શું જરૂર હતી ? આ સિવાય અન્ય યુઝર્સ પણ પોતાની પ્રતિક્રિયા નોંધાવી રહ્યા છે.

આ પણ વાંચો : ગજબ ! ભારે વરસાદમાં વરરાજા નીકળ્યા દુલ્હનને લેવા, વીડિયો વાયરલ થતા યુઝર્સ કહ્યુ” કુછ ભી હો શાદી કરકે રહુંગા”

આ પણ વાંચો : TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: રસ્તા પર એક યુવતી ગરમીથી બેભાન થઈને પડી ગઈ, આસપાસ લોકો ભેગા થયા…

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati