અઢી કલાક સુધી હવામાં લટકતો રહ્યો આ વ્યક્તિ ! પૈસા બચાવવા વિમાનનું વ્હીલ પકડીને કરી મોતની સફર,જુઓ VIDEO

આજકાલ એક શોકિંગ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે,જેમાં એક વ્યક્તિ વિમાનમાં બેસવાનો શોખ પુરો કરવા માટે જે માર્ગ અપનાવે છે,તે જોઈને તમે પણ દંગ રહી જશો.

અઢી કલાક સુધી હવામાં લટકતો રહ્યો આ વ્યક્તિ ! પૈસા બચાવવા વિમાનનું વ્હીલ પકડીને કરી મોતની સફર,જુઓ VIDEO
Shocking video goes viral
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 01, 2021 | 3:45 PM

Viral Video : દરેક વ્યક્તિ પોતાના જીવનમાં એકવાર વિમાનમાં (Flight) મુસાફરી કરવા માગે છે, પરંતુ કેટલાક લોકો તેને પૂર્ણ કરવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકતા પણ અચકાતા નથી. તાજેતરમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. એક અમેરિકન વ્યક્તિએ(American)  વિમાનના લેન્ડિંગ ગિયર એટલે કે વ્હીલ સેક્શનમાં બેસીને અઢી કલાક સુધી હવાઈ મુસાફરી કરી. જ્યારે વિમાન લેન્ડ થયું ત્યારે સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા.

વિમાનમાં બેસવા આ વ્યક્તિએ જીંદગી દાવ પર મૂકી

આજનું રાશિફળ તારીખ : 19-03-2024
લગ્ન બાદ પહેલીવાર પત્ની સાથે જોવા મળ્યો આદિલ, જુઓ પત્ની સોમીની સુંદર તસવીર
જાહ્નવી-સારાથી લઈને અનન્યા-દિશા સુધી બોલિવુડ સુંદરીઓ સાડીમાં લાગી કમાલ, જુઓ તસવીર
ડાયાબિટીસના દર્દીઓએ આ 6 શાકભાજી ન ખાવા જોઈએ
Amazon પરથી ખરીદો ચેતક ઈ-સ્કૂટર, નો-કોસ્ટ EMI સાથે મળશે ફ્રી ડિલીવરી
વિરાટ કોહલી ખાસ ટી-શર્ટ પહેરીને RCBમાં પરત ફર્યો, કિંમત જાણીને ચોંકી જશો

અહેવાલો અનુસાર, 26 વર્ષીય અમેરિકન નાગરિક ગ્વાટેમાલા સિટીથી અમેરિકન એરલાઈન્સની ફ્લાઈટમાં ચડ્યો હતો. જ્યારે પ્લેન મિયા ઇન્ટરનેશનલ એરપોર્ટ ( MIA international Airport) પર લેન્ડ થયું ત્યારે કર્મચારીઓને લેન્ડિંગ ગિયરમાં કોઈ માણસ હોવાનુ જાણવા મળ્યુ. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ આ વ્યક્તિએ લગભગ બે કલાક અને 30 મિનિટ સુધી લેન્ડિંગ ગિયરમાં બેસીને હવાઈ મુસાફરી કરી. હાલ આ ઈજાગ્રસ્ત વ્યક્તિને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડવામાં આવ્યો છે.

જુઓ વીડિયો

શોકિંગ વીડિયો જોઈને લોકોના હોંશ ઉડી ગયા

આ વ્યક્તિને જીવતો જોઈને ડોક્ટર અને એરપોર્ટ સ્ટાફ (Airport Staff) પણ આશ્ચર્યચકિત થઈ ગયો.કારણ કે લેન્ડિંગ ગિયરમાં બહુ ઓછી જગ્યા હોવાને કારણે જો કોઈ ત્યાં પ્રવેશ કરે તો આટલી ઊંચાઈએ હવાના દબાણ અને ઠંડીને કારણે બચવું અશક્ય છે. નિષ્ણાતોના મતે આ પ્રકારની મુસાફરીમાં લોકો હવાના દબાણને કારણે જીવ ગુમાવે છે. તમને જણાવી દઈએ કે,આ વ્યક્તિ હાલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.

આ ઘટના અંગે ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને જણાવ્યું હતુ કે,વર્ષ 1947થી અત્યાર સુધીમાં લગભગ 129 લોકોએ લેન્ડિંગ ગિયરમાં હવાઈ મુસાફરી કરી છે, જેમાં લગભગ 100 લોકોએ ઈજાઓ, ભારે ઠંડી અને અન્ય કારણોસર જીવ ગુમાવ્યો છે.

આ પણ વાંચો : ગજબ ! ભારે વરસાદમાં વરરાજા નીકળ્યા દુલ્હનને લેવા, વીડિયો વાયરલ થતા યુઝર્સ કહ્યુ” કુછ ભી હો શાદી કરકે રહુંગા”

આ પણ વાંચો : બાળકી “ચક્કુ”ની જગ્યાએ”કચ્ચુ” બોલી, ક્યૂટ વીડિયો સોશિયલ મીડિયામાં થઇ ગયો વાયરલ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">