Video: આ વાંદરાએ તો ભારે કરી ! એરપોર્ટમાં એવી ધમાલ મચાવી કે સ્ટાફના નાકે દમ આવી ગયો

|

Oct 03, 2021 | 7:13 PM

આજકાલ એક વાંદરાનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં વાંદરો એરપોર્ટમાં જે રીતે ધમાલ મચાવે છે,જે જોઈને તમને પણ હસવુ આવશે.

Video: આ વાંદરાએ તો ભારે કરી ! એરપોર્ટમાં એવી ધમાલ મચાવી કે સ્ટાફના નાકે દમ આવી ગયો
Monkey video viral on social media

Follow us on

Viral Video: સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલાક પ્રાણીઓના વીડિયો વાયરલ થતા જોવા મળે છે, જેમાં કેટલાક વીડિયો એવા હોય છે. જે જોઈને આશ્ચર્ય થતુ હોય છે. જ્યારે કેટલાક વીડિયોમાં પ્રાણીઓની(Animals)  હરકત જોઈને ખુબ હસવુ આવે છે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ત્યારે તાજેતરમાં આવો જ એક વાંદરાનો રમુજી વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. સાથે દિલ્હીનું ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પણ  ચર્ચામાં આવ્યુ છે. રાજધાનીના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (International Airport) પર કંઈક એવુ બન્યુ કે સૌ કોઈને આશ્ચર્ય થઈ રહ્યું છે.

 

એરપોર્ટમાં વાંદરાએ ધમાલ મચાવી 

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોવા મળે છે કે એક વાંદરો એરપોર્ટ પર બાર કાઉન્ટરની આસપાસ ભટકી રહ્યો છે, ત્યારબાદ તે આમતેમ કુદીને રેસ્ટોરન્ટમાં પહોંચી જાય છે. નવાઈની વાત તો એ છે કે આ વાંદરો સાથે ફ્રુટી(Frutti) પણ પી રહ્યો છે. કેટલાક લોકો આ વાંદરાને જોઈને ગભરાઈ જાય છે. જ્યારે કેટલાક લોકો વાંદરાનો વીડિયો ઉતારતા જોવા મળી રહ્યા છે.

 

જુઓ વીડિયો

 

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

તમને જણાવી દઈએ કે આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પરથી Mahendrasignhmanral નામના ટ્વીટર હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે. યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. જેમાં એક યુઝર્સ લખ્યુ કે પહેલી વાર એરપોર્ટ (Airport) પર આવા દ્રશ્યો જોયા છે. જ્યારે અન્ય યુઝર્સ રમુજી પ્રતિક્રિયા આપતા લખ્યુ કે વાંદરો ફ્લાઈટમાં જવા માટે એરપોર્ટ પર આવ્યો હશે. જ્યારે અન્ય યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા (Comments) આપતા જોવા મળી રહ્યા છે.

 

 

આ પણ વાંચો : આર્યન ખાન ડ્રગ્સ કેસમાં જયા બચ્ચન થઈ રહ્યા છે ટ્રોલ ! જાણો શું છે સમગ્ર મામલો

 

આ પણ વાંચો :  Video : બિલાડીએ પોતાની જાન જોખમમાં નાખીને આ બાળકને બચાવ્યુ, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

Next Article