આર્યન ખાન ડ્રગ્સ કેસમાં જયા બચ્ચન થઈ રહ્યા છે ટ્રોલ ! જાણો શું છે સમગ્ર મામલો

સોશિયલ મીડિયા પર જયા બચ્ચન ફરી એક વખત ટ્રોલર્સના નિશાના પર આવી ગયા છે. #JayaBachchan ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યું છે. આ વખતે તેની સાથે શાહરૂખ ખાનનો પુત્ર આર્યન પણ યુઝર્સ દ્વારા ટ્રોલ થઈ રહ્યો છે. ચાલો જાણીએ સમગ્ર મામલો

આર્યન ખાન ડ્રગ્સ કેસમાં જયા બચ્ચન થઈ રહ્યા છે ટ્રોલ ! જાણો શું છે સમગ્ર મામલો
jaya bachchan trolled by social media

સોશિયલ મીડિયા પર જયા બચ્ચનને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. #JayaBachchan ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યું છે. ત્યારે આ વખતે તેની સાથે શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને પણ યુઝર્સ ટ્રોલ કરી રહ્યા છે.તમને જણાવી દઈએ કે, શનિવારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ મુંબઈમાં એક ક્રુઝ શિપ પર ચાલી રહેલી ડ્રગ્સ પાર્ટીમાં (Drugs Case) દરોડા પાડ્યા હતા.આ દરમિયાન પાર્ટીમાં સામેલ 10 લોકોની ધરપકડ કરવામાં આવી હતી,જેમાં શાહરૂખના પુત્ર આર્યનનું નામ પણ સામેલ છે.

જયા બચ્ચનને યુઝર્સ કેમ ટ્રોલ કરી રહ્યા છે ?

હવે તમે વિચારતા હશો કે જયા બચ્ચનને કેમ ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. તમને મને યાદ હશે કે અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ બાદ બોલિવૂડનું ડ્રગ્સ કનેક્શન સામે આવ્યું હતું. જે બાદ ભાજપના સાંસદ રવિ કિશને લોકસભામાં ડ્રગ્સ અને બોલિવૂડ કનેક્શનને લઈને મુદ્દો ઉઠાવ્યો હતો. આ અંગે જયા બચ્ચને રવિ કિશનનું (Ravi Kishan) નામ લીધા વગર કહ્યું હતું કે, બોલીવુડ સાથે જોડાયેલા લોકોએ એ થાળીમાં છેદ ન કરવુ જોઈએ,કે જેનાથી તેનુ પેટ ભરાતુ હોય.

સોશિયલ મીડિયા યુઝર્સ પુછી રહ્યા છે એક સવાલ

ત્યારે સોશિયલ મીડિયા યુઝર્સ હવે આ નિવેદનને ટાંકીને જયા બચ્ચનને ટ્રોલ કરી રહ્યા છે. યુઝર્સનું કહેવું છે કે, તે સમયે તેણે રવિ કિશનને જે જવાબ આપ્યો હતો, તે શાહરૂખના પુત્રની બાબતે શું કહેવા માંગશે. ઘણા ટ્વિટર યુઝર્સ (Users) જયા બચ્ચનની તસવીર પ્લેટમાં છિદ્રના ફોટો સાથે શેર કરી રહ્યા છે.

ત્યારે જયા બચ્ચનના જૂના નિવેદન પર કટાક્ષ કરતા એક ટ્વિટર યુઝર્સ લખ્યુ કે, ‘જયા બચ્ચન જી મને કહો, શાહરુખના દીકરાએ જે કર્યું તેને થાળીમાં છેદ કહેવાય કે નહિ ?

આ રીતે જયા બચ્ચનને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે

આ પણ વાંચો : Video : બિલાડીએ પોતાની જાન જોખમમાં નાખીને આ બાળકને બચાવ્યુ, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

આ પણ વાંચો : શું તમે જાણો છો કે ફિલ્મના શૂટિંગ બાદ એક્ટરના કપડાનું શું થાય છે ?

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati