Video : બિલાડીએ પોતાની જાન જોખમમાં નાખીને આ બાળકને બચાવ્યુ, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
એક બિલાડીએ પોતાની સુઝબુઝથી એક નાના બાળકનો જીવ બચાવ્યો છે. જેના એક સીસીટીવી ફૂટેજ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વીડિયો જોઈને દરેક વ્યક્તિ આ બિલાડીની પ્રશંશા કરી રહ્યા છે.
Viral Video : શું તમને બિલાડીઓનો શોખ છે ? જો નહીં, તો આ વાયરલ વીડિયો જોઈને તમે પણ બિલાડીના ફેન્સ બની જશો. તાજેતરમાં એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક બિલાડી પોતાની સૂઝબુઝથી બાળકનો જીવ બચાવે છે. આ વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો.
બિલાડીએ આ રીતે માસુમનો જીવ બચાવ્યો
વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક નાનું બાળક ઘૂંટણ પર ચાલી રહ્યું છે, જ્યારે એક બિલાડી પલંગ પર બેઠેલી જોવા મળી રહી છે. થોડા સમય બાદ બાળક સીડી તરફ જવા લાગે છે. પરંતુ જ્યારે બાળક (Kids) સીડીની નજીક પહોંચે છે, ત્યારે બિલાડી તરત જ તેની સામે કૂદી જાય છે અને બાળકને ધક્કો મારે છે અને તેને ત્યાંથી દૂર લઈ જાય છે. વીડિયો જોઈને લાગે છે કે જો બિલાડી યોગ્ય સમયે ત્યાં ન પહોંચી હોત તો બાળક સીડી પરથી પડી ગયુ હોત.
જુઓ વીડિયો
Cat saves baby from falling down the stairs🥺 pic.twitter.com/mHpJhnJ69e
— 💉Lars🇳🇴 (@aflyguynew1) September 22, 2021
વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી @flyguynew1 નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા આ વીડિયોને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.આ વીડિયોને અત્યાર સુધીમાં 90 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. તેમજ 5 લાખથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક્સ આપી છે.
યુઝર્સ આ બિલાડીની પ્રશંશા કરી રહ્યા છે
યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર પોતાની પ્રતિક્રિયા (Comments) નોંધાવી રહ્યા છે.જેમાં એક યુઝર્સ લખ્યુ કે,આ બિલાડીએ જે રીતે બાળકનો જીવ બચાવ્યો તે જોઈને હું આશ્વર્યચકિત થઈ ગયો.જ્યારે અન્ય યુઝર્સ પણ આ બિલાડીની પ્રશંશા કરી રહ્યા છે.
આ પણ વાંચો : OMG : લગ્નમાં ફોટોગ્રાફરને ભોજન ન મળતા, વરરાજાની સામે ફંક્શનના તમામ ફોટા delete કરી નાંખ્યા
આ પણ વાંચો : Funny Viral Video : લંગુરે છોકરીને માર્યો જોરથી ધક્કો, વીડિયો જોઇ સૌ કોઇ હસી હસીને લોટ પોટ થયા