OMG : આ વાંદરાએ અજય દેવગણની સ્ટાઈલમાં કર્યો અદ્ભુત સ્ટંટ ! વીડિયો જોઈને યુઝર્સ પણ ચક્કર ખાઈ ગયા

|

Dec 11, 2021 | 4:33 PM

આજકાલ એક સ્ટંટ વીડિયો ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં વાંદરો જે રીતે સ્ટંટ કરી રહ્યો છે, તે જોઈને તમે પણ દંગ રહી જશો.

OMG : આ વાંદરાએ અજય દેવગણની સ્ટાઈલમાં કર્યો અદ્ભુત સ્ટંટ ! વીડિયો જોઈને યુઝર્સ પણ ચક્કર ખાઈ ગયા
Monkey video goes viral

Follow us on

Viral Video : તમે અજય દેવગણની ફિલ્મો તો જોઈ જ હશે. તેની ગણતરી એક એક્શન હીરોમાં (Action Hero) થાય છે. અભિનેતા તેની ફિલ્મોમાં અલગ-અલગ પ્રકારના સ્ટંટ (Stunt) બતાવતા જોવા મળે છે. જો કે, તેનો સૌથી પ્રખ્યાત સ્ટંટ બે બાઇક પર પગ ફેલાવીને ઉભા રહેવાનો છે. તેણે તેની ઘણી ફિલ્મોમાં આ સ્ટંટ કર્યો છે. કેટલાકમાં તેમને બે કાર પર અને કેટલાકમાં બે ઘોડા પર આ સ્ટંટ કરતા જોયા છે. તમે માણસોને આ સ્ટંટની નકલ કરતા જોયા હશે, પરંતુ શું તમે કોઈ પ્રાણીને આ પ્રકારનો સ્ટંટ કરતા જોયા છે ?

વાંદરાએ આ રીતે કર્યો સ્ટંટ

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

સામાન્ય રીતે વાંદરાઓ આખો દિવસ કુદતા મારતા જોવા મળે છે. પરંતુ ક્યારેય કોઈ વાનર ‘અજય દેવગણ સ્ટાઈલ’માં સ્ટંટ કરતો આજ સુધી જોવા મળ્યો નથી. તમને જાણીને નવાઈ લાગશે, પણ આ દિવસોમાં આવો જ સ્ટંટ વીડિયો ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વાંદરો અજય દેવગણના સ્ટંટની નકલ કરતો જોવા મળી રહ્યો છે.

જુઓ વીડિયો

ફની વીડિયોએ ઈન્ટરનેટ પર મચાવી ધમાલ

વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક વાંદરો બે ઝાડની વચ્ચે બેઠો છે અને બીજો વાંદરો પગ ફેલાવીને સ્ટંટ કરતો જોવા મળી રહ્યો છે. તે થોડા સમય માટે ‘અજય દેવગણની સ્ટાઈલ’માં સ્ટંટ કરે છે, ત્યારબાદ ઝાડ પર થોડો ઊંચો ચડીને એક અલગ જ સ્ટાઈલમાં કુદકા મારતો જોવા મળે છે. આ વીડિયો જોઈને યુઝર્સ હસીને લોટ પોટ થઈ ગયા છે.

આ ફની વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર monkeyjungleclub નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયો શેર કરતા યુઝરે કેપ્શનમાં લખ્યું છે, ‘Kung Fu Monkey’. અત્યાર સુધીમાં આ વીડિયોને 10 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે, જ્યારે 58 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક કર્યો છે.ઘણા લોકોએ વીડિયો જોયા પછી ફની કમેન્ટ્સ પણ કરી છે. વાંદરાનું અનોખું પરાક્રમ જોઈને એક યુઝરે તેને જેકી ચેનનો વિદ્યાર્થી હોવાનું જણાવ્યું છે. ખરેખર, જેકી ચેન એક જાણીતા એક્ટર અને એક્શન હીરો (Action Hero) છે. ભારતમાં તેની એક્શન ફિલ્મો ઘણા લોકો પસંદ કરે છે.

 

આ પણ વાંચો : Jugaad : આ વ્યક્તિએ કારના સ્પેર-પાર્ટસમાંથી બનાવ્યુ હેલિકોપ્ટર ! અનોખો જુગાડ જોઈને લોકોના હોંશ ઉડી ગયા

આ પણ વાંચો : Viral Video: ગીતો સાંભળતા જ વરરાજાને ચડ્યું શૂરાતન, લગ્ન મુક્યા પડતાને શરૂ કર્યો ડાન્સ !

Published On - 4:32 pm, Sat, 11 December 21

Next Article