AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Funny Video: વાંદરાએ યુવકના વાળ પકડી ચખાડ્યો મેથીપાક, લોકોએ કહ્યું ‘હજુ કરો સળી’

હવે આ વીડિયો જોયા પછી કેટલાક લોકો છોકરાની હાલત પર અફસોસ કરી રહ્યા છે, તો કેટલાક આ ફની વીડિયો (Funny Video)જોઈ પોતાના હાસ્યને કાબૂમાં રાખી શકતા નથી.

Funny Video: વાંદરાએ યુવકના વાળ પકડી ચખાડ્યો મેથીપાક, લોકોએ કહ્યું 'હજુ કરો સળી'
Monkey Funny Video (Instagram)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 14, 2022 | 8:45 AM
Share

સોશિયલ મીડિયા પર આ દિવસોમાં એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં છોકરાને વાંદરા (Monkey Videos)સાથે મસ્તી કરવી ભારે પડી હતી. ત્યાર બાદ વાંદરાએ તેની જે હાલત કરી છે તે કદાચ જ તે ભુલી શકશે. હકીકતમાં વાંદરાએ મોકો મળતા જ યુવકના (Monkey Attack Boy) વાળ પકડીને ખેંચ્યા હતા. તે તેને છોડવાનું નામ લઈ રહ્યો ન હતો. હવે આ વીડિયો જોયા પછી કેટલાક લોકો છોકરાની હાલત પર અફસોસ કરી રહ્યા છે, તો કેટલાક આ ફની વીડિયો (Funny Video) જોઈ પોતાના હાસ્યને કાબૂમાં રાખી શકતા નથી.

આ વીડિયો કોઈ પ્રાણી સંગ્રહાલયમાં શૂટ કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. તમે જોઈ શકો છો કે કેવી રીતે પાંજરામાં એક વાંદરો છોકરાને વાળ પકડી ખેંચી રહ્યો છે. છોકરો વાંદરાના ચુંગાલમાંથી બચવા માટે તમામ પ્રયાસો કરતો જોવા મળે છે, પરંતુ વાંદરો પણ મક્કમ છે કે તે તેને પાઠ ભણાવીને જ રહેશે. તમે જોઈ શકો છો કે વાંદરો વાળ છોડી રહ્યો નથી. આ દરમિયાન છોકરાની નજીક હાજર તેના પરિવારના સભ્યો પણ આ નજારો જોઈને એટલા ગભરાઈ જાય છે કે તેઓ વાંદરાની પાસે પણ જતા નથી.

આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર cutepetswild નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. યુઝરે ફની ઈમોજી સાથે કેપ્શનમાં લખ્યું, ‘આ વાંદરો તેને જવા નથી દેતો.’ એક દિવસ પહેલા અપલોડ કરાયેલા આ વીડિયોને અત્યાર સુધીમાં 24 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. આ સંખ્યા સતત વધી રહી છે. લોકોને આ વીડિયો ઘણો પસંદ આવી રહ્યો છે અને લોકો તેને જોયા બાદ હસીને લોટપોટ થઈ રહ્યા છે. તે જ સમયે, ઘણા લોકોએ આ વીડિયો પર પ્રતિક્રિયા નોંધાવી છે.

એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું, ‘એવું લાગતું હતું કે આ વાંદરો તેના વાળ ઉખાડી લેશે.’ તે જ સમયે અન્ય એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું, ‘મને આ છોકરા માટે દુ:ખ થાય છે.’ અન્ય એક યુઝરે ફની પ્રતિક્રિયા આપતા, લખ્યું કે, ‘કેમ ભાઈ આવી ગયો સ્વાદ,’ એકંદરે આ વીડિયોએ પણ લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.

આ પણ વાંચો: Zoom એ વિદ્યાર્થીઓ માટે રજુ કર્યું નવું ફિચર્સ, પોલ્સથી લઈ બ્લર સુધીના મળશે ઓપ્શન

આ પણ વાંચો: Tech Tips: ઓનલાઈન છેતરપિંડી બાદના 2થી 3 કલાક હોય છે ગોલ્ડન અવર, તાત્કાલિક આ કામ કરવાથી બચી જશે તમારી મહેનતની કમાણી

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">