Funny Video : આ..લે..લે..ફણસીના કટકા કરતા વાનરનો વીડિયો થયો વાઈરલ, લોકો લઈ રહ્યા છે મજા

|

Jun 30, 2022 | 3:49 PM

ઈન્ટરનેટ પર આ દિવસોમાં એક વાનરનો એક જબરદસ્ત વીડિયો (Monkey Viral Video) ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે ઘરમાં બેસીને આનંદથી ફણસીનું કટિંગ કરતો બતાવવામાં આવ્યો છે. આ દરમિયાન જબરદસ્ત હાવભાવ આપે છે.

Funny Video : આ..લે..લે..ફણસીના કટકા કરતા વાનરનો વીડિયો થયો વાઈરલ, લોકો લઈ રહ્યા છે મજા
monkey viral video

Follow us on

સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારના વીડિયો વાયરલ થતા રહે છે. પરંતુ પ્રાણીઓને લગતા વીડિયો જોવાની વાત જ કંઈક અલગ છે. ખાસ કરીને જો વીડિયો વાનર સાથે સંબંધિત હોય તો જોવાની એક અલગ જ મજા છે. કારણ કે વાનરોની (Monkey Viral Video) આદત માણસો જેવી જ છે. આ જ કારણ છે કે ઘણી વખત આપણને સોશિયલ મીડિયા પર આવા વીડિયો જોવા મળે છે, જેમાં વાનરો માણસોની જેમ નકલ કરતા જોવા મળે છે. આ દિવસોમાં વાનરોને લગતો એક ફની વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. જેમાં તે ઘરમાં બેસીને ફણસીનું કટિંગ કરતો જોવા મળે છે. આ દરમિયાન તેના ચહેરા પરના હાવભાવ જોવા લાયક છે.

વાયરલ થઈ રહેલો આ ફની વીડિયો એક ઘરનો હોય તેવો લાગે છે, જ્યાં એક પાલતુ વાનર ફણસીનું કટિંગ કરતો જોવા મળે છે. વીડિયો જોઈને લાગે છે કે વાનરના માલિકે તેને શાકભાજી કાપવાનું કામ સોંપ્યું છે. તેથી જ તે ટોપલીમાંથી એક પછી એક ફણસી કાઢે છે અને તેને તોડતો રહે છે. આ દરમિયાન તેના ચહેરા પરના હાવભાવ તમને ખૂબ જ જોવા ગમશે. શક્ય છે કે આ જોઈને તમે હસવા લાગશો. તો ચાલો પહેલા આ વિડીયો જોઈએ.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

અહીં વીડિયો જુઓ….

આ વીડિયો ટ્વીટર પર Tansu YEĞEN નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. સમાચાર લખાય છે ત્યાં સુધી જ્યાં 56 લાખથી વધુ લોકોએ આ ક્લિપ જોઈ છે, તો 10 હજારથી વધુ લોકોએ તેને લાઈક કરી છે. આ સાથે જ લોકો વીડિયો પર કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.

વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, “આ સુંદર અને નાનો વાનર કેટલો મદદગાર છે.” જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે, આ વાનર મફતમાં ખાવાનું ખાવા માંગતો નથી. એક યુઝરે લખ્યું, જુઓ કેવી અદ્ભુત અભિવ્યક્તિ છે..! આ સિવાય પણ ઘણા લોકોએ તેના પર કમેન્ટ કરી.

Next Article