Video: શ્રીલંકન સોંગનો ગુજરાતી લહેકો! હિટ સોંગ ‘માનિકે માગે હિતે’ના ગુજરાતી વર્ઝને ઈન્ટરનેટ પર મચાવી ધૂમ

|

Nov 04, 2021 | 10:01 AM

આજકાલ Manike Mage Hithe સોંગનું ગુજરાતી વર્ઝન સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યુ છે, જેમાં શ્રીલંકન સોંગનો ગુજરાતી લહેકો સાંભળીને તમે પણ ગુજ્જુના ફેન્સ બની જશો.

Video: શ્રીલંકન સોંગનો ગુજરાતી લહેકો! હિટ સોંગ માનિકે માગે હિતેના ગુજરાતી વર્ઝને ઈન્ટરનેટ પર મચાવી ધૂમ
manike mage hithe' s gujarati version is viral

Follow us on

Viral Video:  શ્રીલંકાની ગાયિકા યોહાનીનું Manike Mage Hithe સોંગ જ્યારથી રિલીઝ થયુ ત્યારથી લોકોમાં આ સોંગનો ક્રેઝ જોવા મળે છે. આ સોંગનું હિન્દી, બંગાળી વર્ઝન તમે સાંભળ્યુ હશે, પરંતુ શું તમે આ સોંગનું ગુજરાતી વર્ઝન સાંભળ્યુ છે? તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, આ સોંગનું ગુજરાતી વર્ઝન(Gujarati Version) યુઝર્સને ખુબ પસંદ આવી રહ્યુ છે.

 

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે બે યુવતી ગુજરાતી લહેકામાં શ્રીલંકન હિટ ગીત ‘માનિકે માગે હિતે’ ગાતી જોવા મળે છે.આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર yashri_ giri2009 એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યુ છે. યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા(Comments) આપતા જોવા મળી રહ્યા છે.

જુઓ વીડિયો

 

તમને જણાવી દઈએ કે આ ઓરિજીનલ ગીત શ્રીલંકાના સિંગર યોહાની (Yohani) ડિલોકા ડી સિલ્વાએ ગાયું છે. આજના સમયમાં તમને આ ગીત ઈન્સ્ટાગ્રામની દરેક રીલમાં સાંભળવા મળશે. આ ગીત શ્રીલંકા કરતા ભારતમાં વધુ વાયરલ થયું છે. યુઝર્સ સાથે ‘માનિકે માગે હિતે’ સોંગ સેલિબ્રેટીને પણ પસંદ આવ્યુ છે. આ ગીતને અમિતાભ બચ્ચન, માધુરી દીક્ષિત, પ્રિયંકા ચોપરા સહિત ઘણા સેલેબ્સ દ્વારા તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર શેર કરવામાં આવ્યું હતું.

 

 

આ પણ વાંચો: Video : સિંહને સ્પર્શ કરવા પ્રવાસીએ ખોલી બસની બારી, પછી જે થયુ તે જોઈને તમે પણ દંગ રહી જશો !

 

આ પણ વાંચો : Viral Video : લિફ્ટમાં ફસાઈ ગયો કૂતરાનો પટ્ટો, મોટી દુર્ઘટના ઘટે તે પહેલા જ થયો આ ચમત્કાર !

Published On - 7:09 pm, Wed, 3 November 21

Next Article