‘લક હો તો ઐસા’: 2002માં લીધેલી લોટરીના નંબરે જીતાવ્યો કરોડોનો જેકપોટ ! આ વ્યક્તિ રાતો-રાત બની ગયો કરોડપતિ

|

Dec 18, 2021 | 6:52 PM

એલ્વિન કોપલેન્ડે તાજેતરમાં $1 મિલિયન એટલે કે લગભગ 7.6 કરોડનો જેકપોટ જીત્યો હતો. તમને જાણીને નવાઈ લાગશે,પરંતુ તેને આ લોટરી પહેલીવાર નથી લાગી. વર્ષ 2002માં પણ તેને આવી જ લોટરી જીતી હતી.

લક હો તો ઐસા: 2002માં લીધેલી લોટરીના નંબરે જીતાવ્યો કરોડોનો જેકપોટ ! આ વ્યક્તિ રાતો-રાત બની ગયો કરોડપતિ
Man Won Lottery

Follow us on

Viral: ક્યારે કોનુ નસીબ બદલાય જાય,કંઈ કહી શકાય નહીં. આપણે ત્યાં કહેવત છે કે ભગવાન જ્યારે પણ આપે ત્યારે છપ્પડ ફાડીને આપે છે. જ્યારે નસીબ (Luck) સાથ આપે ત્યારે જીંદગી બદલાતા વાર લાગતી નથી. તાજેતરમાં આવી જ એક ઘટના સામે આવી છે. વર્જિનિયાના (Virginia) સફોકના રહેવાસી એલ્વિન કોપલેન્ડ (Alvin Copeland) સાથે કંઈક આવુ જ થયુ છે.

 

તેની કહાની સાંભળીને તમે પણ નસીબ પર વિશ્વાસ કરવા લાગશો. એલ્વિન કોપલેન્ડે તાજેતરમાં $1 મિલિયન એટલે કે લગભગ 7.6 કરોડનો જેકપોટ જીત્યો હતો. તમને જાણીને નવાઈ લાગશે,પરંતુ તેને આ લોટરી પહેલીવાર નથી લાગી. વર્ષ 2002માં પણ તેને આવી જ લોટરી જીતી હતી.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

 

આ નંબરોથી જીત્યો જેકપોટ!

રસપ્રદ વાત એ છે કે વર્ષ 2002માં તેણે જે નંબરથી 76 લાખ રૂપિયાની લોટરી જીતી હતી, તે જ નંબરોથી તેણે આ જેકપોટ જીત્યો છે. એલ્વિન કોપલેન્ડે જણાવ્યુ કે, સફોકમાં 7-Eleven સ્ટોરમાંથી Cash4Life ટિકિટ ખરીદ્યા પછી તેણે એ જ સામાન્ય નંબરો સાથે આ ગેમ રમવાનું શરૂ કર્યું. ટિકિટ ખરીદ્યા પછી 4 ડિસેમ્બરના રોજ ડ્રો માટે અનુમાન લગાવેલા પાંચ નંબર, 8-11-25-45-48, સાચા પડ્યા. આ રીતે તેણે બીજી વખત કરોડોની લોટરી જીતી. તેણે કહ્યું કે તે બીજી વખત લોટરી જીતીને ખૂબ જ ખુશ છે. તેણે કહ્યું કે તે આ કરોડો રૂપિયા તેના પરિવાર પર ખર્ચ કરશે.

 

2002માં 76 લાખ જીત્યા હતા

લોટરી જીતનાર એલ્વિન કોપલેન્ડે કહ્યું કે આ પહેલી વાર નથી કે મને લોટરી લાગી હોય. અગાઉ 2002માં મેં 76 લાખ રૂપિયા જીત્યા હતા. તે સમયે મેં 2 ડોલરમાં ટિકિટ ખરીદી હતી. તે સમયે મને કલ્પના નહોતી કે નસીબ કામ કરશે અને હું આ રીતે લોટરી જીતી જઈશ.આ ઘટના સામે આવતા લોકો ખૂબ જ આશ્ચર્યમાં છે. તેમજ લોકો આ વ્યક્તિના નસીબની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે. આ ઘટના હાલ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.

 

 

આ પણ વાંચો : Video : ગુસ્સે થયેલા હાથીએ રસોડાની બારી તોડીને મચાવ્યો હંગામો, ગજરાજનુ રોદ્ર સ્વરૂપ જોઈને તમે પણ ચોંકી જશો !

 

આ પણ વાંચો : હિરોપંતી ભારે પડી ! બાઈક પર સ્ટંટ કરવાના ચક્કરમાં યુવકના હાલ થયા બેહાલ, વીડિયો જોઈને તમારા રૂવાડા ઉભા થઈ જશે

Next Article