Viral: શખ્સે નારીયેળ પાણી કાઢવા લગાવ્યો ગજબનો જુગાડ, લોકોએ કહ્યું ‘નેકસ્ટ લેવલ જુગાડ’
હાલ જુગાડનો આવો જ એક વીડિયો (Viral Video) જોવા મળ્યો છે. જ્યાં એક વ્યક્તિએ નારિયેળમાંથી પાણી કાઢવા માટે એવો જુગાડ કર્યો, જેના કારણે એક ઝાટકે નાળિયેરનું પાણી બહાર આવી રહ્યું છે.
જુગાડ દ્વારા લોકો સૌથી મુશ્કેલ કાર્યોને પણ સરળ બનાવી દે છે. સોશિયલ મીડિયા યુઝર્સ જુગાડ (Jugaad Viral Video) ટેક્નોલોજી સાથે સંબંધિત વીડિયો પણ પસંદ કરે છે. આ જ કારણ છે કે આ વીડિયો ઈન્ટરનેટની દુનિયામાં આવતાની સાથે જ છવાઈ જાય છે. તસવીરો અને વીડિયોના માધ્યમથી આપણને ઘણા જુગાડના આવા અનેક કારનામા જોવા મળ્યા છે, જેને જોઈને મોટા મોટા એન્જિનિયરો પણ માથું ખંજવાળવા લાગે છે. હાલ જુગાડનો આવો જ એક વીડિયો જોવા મળ્યો છે. જ્યાં એક વ્યક્તિએ નારિયેળમાંથી પાણી કાઢવા માટે એવો જુગાડ કર્યો, જેના કારણે એક ઝાટકે નાળિયેરનું પાણી બહાર આવી રહ્યું છે.
નારિયેળ પાણી એક એવું પીણું છે જે શરીરને ઠંડક આપવાની સાથે સાથે અનેક રીતે ફાયદાકારક છે. એન્ટીઓક્સીડેન્ટ્સ અને વિટામિન્સથી ભરપૂર નારિયેળ પાણી પીવાના ઘણા ફાયદા છે. કુદરતી રીતે મીઠી અને હાઇડ્રેટીંગ હોવા ઉપરાંત, નાળિયેર પાણી ઘણા ખનિજો અને પોષક તત્વોથી ભરપૂર છે. પરંતુ ઘણા લોકો તેને માત્ર એટલા માટે પીતા નથી કારણ કે લોકોને તેનું પાણી કાઢવામાં ઘણી મહેનત કરવી પડે છે, પરંતુ હવે સોશિયલ મીડિયા પર જે વીડિયો સામે આવ્યો છે તે જોયા બાદ તમે પણ સરળતાથી નારિયેળ પાણીનો આનંદ માણી શકશો.
View this post on Instagram
જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ તે મશીનની ઉપર નારિયેળ મૂકી રહ્યો છે, ત્યારબાદ તેમાંથી પાણી ઝડપથી નીચે રાખેલા વાસણમાં પડી રહ્યું છે. વાસ્તવમાં, વ્યક્તિએ જુગાડ દ્વારા એક મશીનની શોધ કરી છે, જેમાંથી તમામ નાળિયેર પાણી ખૂબ જ સરળતાથી કાઢી શકાય છે.
આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર Techzexpress પેજ દ્વારા શેર કરવામાં આવ્યો છે. સમાચાર લખ્યા ત્યાં સુધીમાં આ વીડિયોને 35 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. આ સાથે જ યુઝર્સે ક્લિપ જોયા બાદ પોતપોતાના ફીડબેક આપી રહ્યા છે. એક યુઝરે વીડિયો પર કમેન્ટ કરીને લખ્યું કે, ‘પાણી કાઢવાનો આ જુગાડ ખૂબ જ સારો છે.’ જ્યારે બીજા યુઝરે લખ્યું, ‘આ મશીન ક્યાં મળે છે, મારે પણ ખરીદવું પડશે.’ આ સિવાય બીજા ઘણા યુઝર્સે આ અંગે તેમનો પ્રતિભાવ આપ્યો.
આ પણ વાંચો: નીતિ આયોગ ગૌશાળાની અર્થવ્યવસ્થા પર કરી રહ્યું છે અભ્યાસ, ગાયના છાણમાંથી આવક વધારવાનો છે હેતુ
આ પણ વાંચો: Viral: લડાઈ બાદ પોલીસ સ્ટેશન પહોંચ્યા દાદા-દાદી, પોલીસના સમાધાનના અંદાજે લોકોનું દીલ જીતી લીધું
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો