Video : શોર્ટકટના ચક્કરમાં યુવક બાઈક સહિત ડૂબ્યો પાણીમાં ! દિલ ધડક દ્રશ્યો કેમેરામાં થયા કેદ

|

Dec 27, 2021 | 2:35 PM

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ નદી પાર કરવા માટે શોર્ટકટ રસ્તો અપનાવે છે, પરંતુ બાદમાં કંઈક એવુ થાય છે જે જોઈને તમે પણ ચોંકી જશો.

Video : શોર્ટકટના ચક્કરમાં યુવક બાઈક સહિત ડૂબ્યો પાણીમાં ! દિલ ધડક દ્રશ્યો કેમેરામાં થયા કેદ
Man trying to cross river with bike

Follow us on

Viral Video : સોશિયલ મીડિયા પર અવારનવાર કોઈને કોઈ વીડિયો વાયરલ (Viral) થતા જોવા મળે છે. જેમાં  કેટલાક વીડિયો જોઈને યુઝર્સ પણ આશ્વર્ય ચકિત થઈ જાય છે. આજકાલ દરેક વ્યક્તિ ઉતાવળમાં જોવા મળે છે અને એ માટે તે હંમેશા શોર્ટકર્ટ (Short Cut) રસ્તો પસંદ કરતા હોય છે. પરંતુ ક્યારેક શોર્ટકર્ટના ચક્કરમાં કેટલાક લોકોએ પસ્તાવાનો પણ વારો આવે છે. તાજેતરમાં આવો જ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિ શોર્ટકર્ટ રસ્તા માટે નદી (River) પાર કરવાની કોશિશ કરે છે, પણ આ દરમિયાન કંઈક એવુ થાય છે જે જોઈને તમારો હોંશ પણ ઉડી જશે.

શોર્ટકટના ચક્કરમાં કંઈક આવુ થયુ

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ નદી પાર કરવા માટે એવી રીત અપનાવે છે કે જેને કારણે તેણે પાછળથી પસ્તાવો વારો આવે છે. વીડિયોમાં સૌ પ્રથમ વ્યક્તિએ તેની બાઇકને નદીમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરતો જોવા મળે છે, પરંતુ રેતાળ જમીનના કારણે બાઇક નદીમાં વહી જાય છે. વીડિયો જોઈને લાગે છે કે બાઇકે જળ સમાધિ લીધી છે. આ વીડિયો હાલ ઈન્ટરનેટ (Internet) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

જુઓ વીડિયો

શોકિંગ વીડિયો થયો વાયરલ

તમને જણાવી દઈએ કે, આ શોકિંગ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી ‘om_491_rider’ નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર પ્રતિક્રિયા (Funny Comments) આપતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો વ્યુઝ મળી ચૂક્યા છે.

વીડિયો જોઈને એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યુ કે, ખબર નહી લોકો શોર્ટકર્ટના ચક્કરમાં શું-શું કરી લે છે. જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, હવે આ વ્યક્તિ જીવનમાં કોઈપણ શોર્ટકર્ટ રસ્તો લેતી વખતે સો વખત વિચાર કરશે. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો: Viral Video : આ યુવક રસ્તા વચ્ચે કરવા લાગ્યો પુશઅપ ! વીડિયો જોઈને લોકોના શ્વાસ પણ અધ્ધર થયા

Next Article