Viral Video : આ યુવક રસ્તા વચ્ચે કરવા લાગ્યો પુશઅપ ! વીડિયો જોઈને લોકોના શ્વાસ પણ અધ્ધર થયા

સોશિયલ મીડિયા પર તાજેતરમાં એક શોકિંગ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.જેમાં એક વ્યક્તિ રસ્તા વચ્ચે જે રીતે પુશઅપ કરી રહ્યો છે,તે જોઈને તમારા શ્વાસ પણ અધ્ધર થઈ જશે.

Viral Video : આ યુવક રસ્તા વચ્ચે કરવા લાગ્યો પુશઅપ ! વીડિયો જોઈને લોકોના શ્વાસ પણ અધ્ધર થયા
A man Doing Push-up on the road
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 27, 2021 | 12:38 PM

Viral Video : સામાન્ય રીતે સડક પાર કરવામાં પણ અમુક લોકોને પરસેવો આવી જતો હોય છે,કેટલાક લોકો રેડ લાઈટ થાય પછી જ રસ્તો પાર કરે છે.પરંતુ કેટલાક લોકો એવા હોય છે,જે આ સડક (Road) પર પોતાનો જીવ જોખમમાં મુકતા પણ અચકાતા નથી.આ દિવસોમાં બાળકોથી લઈને યુવાનો સુધી સૌ કોઈમાં સ્ટંટનો (Stunt) ચસ્કો જોવા મળે છે.કેટલાક લોકો સ્ટંટના ચક્કરમાં કંઈક એવુ કરે છે,જેને કારણે તેને સહન કરવાનો વારો આવે છે. તાજેતરમાં આવો જ એક શોકિંગ વીડિયો (Shocking Video) સામે આવ્યો છે.

યુવકે સડક પર કર્યા પુશઅપ !

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

શું તમે ક્યારેય કોઈને સડક વચ્ચે પુશઅપ(Push-Up)  કરતા જોયા છે ?જી હા તમને જાણીને નવાઈ લાગશે પરંતુ વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં કંઈક આવુ જ જોવા મળી રહ્યુ છે.આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવાન પહેલા રસ્તાની બાજુમાં ઉભો છે, પરંતુ પછી અચાનક રસ્તાની વચ્ચે જઈને સૂઈ જાય છે. નજીકથી કાર ખૂબ જ ઝડપે આગળ વધી રહી છે. જ્યારે તેની સામેથી પણ કેટલાક વાહનો આવવા લાગે છે. આ દરમિયાન, તે વ્યક્તિ ત્યાંથી દૂર જવાને બદલે તે રોડ પર પુશઅપ કરી રહ્યો છે અને વાહનો તેની આજુબાજુથી પસાર થઈ રહ્યા છે. આ વીડિયોએ ઇન્ટરનેટ (Internet) પર ખળભળાટ મચાવી દીધો હતો.

જુઓ વીડિયો

View this post on Instagram

A post shared by Meme wala (@memewalanews)

દિલધડક દ્રશ્યો જોઈને યુઝર્સ ચોંકી ગયા

આ વ્યક્તિની હરકત રસ્તા પરના CCTV કેમેરામાં કેદ થઈ હતી.  આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર mimwalanews ન્યૂઝ નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું, ‘ક્યારેક એવું લાગે છે કે હું ભગવાન છું.’ અન્ય ઘણા યુઝર્સે પણ આ વિડિયો (Instagram Reels Video) પર પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

જેમાં એક યુઝરે લખ્યુ કે, આ રીતે સ્ટંટ કરીને જીવ જોખમમાં ન મુકવો જોઈએ.જ્યારે અન્ય એક યુઝરે(User)  લખ્યુ કે,સ્ટંટના ચક્કરમાં લોકો આવુ પણ કરી શકે તે મને આજે ખબર પડી. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ આ વ્યક્તિને સલાહ આપતા જોવા મળી રહ્યા છે.

ખાસ નોંધ : આ સ્ટંટ નિષ્ણાંતોની હાજરીમાં કરવામાં આવ્યા છે,તેથી આ પ્રકારના સ્ટંટ કરવાની કોશિશ કરવી નહી

આ પણ વાંચો: Viral: ચમત્કાર ! છત્રી લઈ ચાલતા શખ્સની માથે જ પડી વીજળી છતાં છે હેમખેમ, વીડિયો જોઈ સૌ કોઈ દંગ !

આ પણ વાંચો: Chhattisgarh: ધર્મસંસદમાં મહાત્મા ગાંધી પર વિવાદિત નિવેદન, નારાજ મહંતે કાર્યક્રમ છોડી દીધો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">