શોકિંગ CCTV: જીવનથી કંટાળી આ વ્યક્તિ રેલ્વે ટ્રેક પર સૂઈ ગયો, પછી જે થયુ તે જોઈને તમે પણ ચોંકી જશો !

શોકિંગ CCTV: જીવનથી કંટાળી આ વ્યક્તિ રેલ્વે ટ્રેક પર સૂઈ ગયો, પછી જે થયુ તે જોઈને તમે પણ ચોંકી જશો !
Man tries to end life

તાજેતરમાં એક શોકિંગ CCTV ફૂટેજ વીડિયો સામે આવ્યો છે. જેમાં એક ટ્રેન ડ્રાઈવર જે રીતે એક વ્યક્તિનો જીવ બચાવે છે, તે જોઈને તમારા શ્વાસ પણ અધ્ધર થઈ જશે.

TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Jan 03, 2022 | 5:56 PM

Viral Video: સોશિયલ મીડિયા પર અવારનવાર કોઈને કોઈ વીડિયો (Video) ચર્ચામાં આવે છે. જેમાં ઘણીવાર દિલધડક દ્રશ્યો જોઈને લોકો પણ આશ્ચર્ય ચકિત થઈ જાય છે. કહેવાય છે કે આ જીવન અમુલ્ય છે તેને વેડફવુ ન જોઈએ. પરંતુ કેટલાક લોકો આવેશમાં આવીને આત્મહત્યા કરતા પણ અચકાતા નથી. તાજેતરમાં આવો જ એક શોકિંગ વીડિયો (Shocking Video) સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિ જે રીતે રેલવે ટ્રેક પર સુઈ જાય છે. તે જોઈને તમે પણ ચોંકી જશો.

દિલધડક દ્રશ્યો કેમેરામાં થયા કેદ

મળતા અહેવાલ અનુસાર આ વીડિયો મુંબઈના શિવડી સ્ટેશનનો (Shivadi Railway Station) છે. આ CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ આત્મહત્યા કરવા માટે રેલવે ટ્રેક પર જાય છે. તે ટ્રેન આવતાની સાથે જ ટ્રેક પર સૂઈ જાય છે. આ દ્રશ્ય જોઈને કોઈને પણ થશે કે આ વ્યક્તિનુ મોત થઈ જશે.

પરંતુ ટ્રેન ડ્રાઈવરની (Train Driver) સમજદારીને કારણે આ વ્યક્તિનો જીવ બચી જાય છે. ટાઈમસર ટ્રેનને બ્રેક લાગતા આ યુવક બચી ગયો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક રેલવે પોલીસ (Railway Police) બાદમાં આ વ્યક્તિને સમજાવીને ત્યાંથી દુર ખસેડે છે.

જુઓ વીડિયો

તમને જણાવી દઈએ કે આ શોકિંગ CCTV ફૂટેજ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર railway ministry દ્વારા શેર કરવામાં આવ્યો છે. સાથે તેણે કેપ્શનમાં લખ્યુ છે કે તમારો જીવ કિંમતી છે, ઘરે કોઈ તમારી રાહ જોઈ રહ્યુ છે. આ વીડિયો હાલ ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યુ કે અમુલ્ય જીંદગીને આ રીતે વેડફવી ન જોઈએ. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : Video : બિલાડીઓને ભણાવતી નાની છોકરીનો વીડિયો થયો વાયરલ, યુઝર્સ કહ્યુ ‘બિલાડીઓ UPSC ક્રેક કરશે’

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati