AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video : આ વ્યક્તિએ ફસાયેલા ટ્રેક્ટરને કાઢવા ગજબનુ દિમાગ લગાવ્યુ, જોઈને લોકોએ કહ્યુ ” આ એક ગુજ્જુ જ કરી શકે”

આ દિવસોમાં દેશી જુગાડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિએ ફસાયેલા ટ્રેક્ટરને કાઢવા જે જુગાડ કર્યો છે,તે જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો.

Video : આ વ્યક્તિએ ફસાયેલા ટ્રેક્ટરને કાઢવા ગજબનુ દિમાગ લગાવ્યુ, જોઈને લોકોએ કહ્યુ  આ એક ગુજ્જુ જ કરી શકે
Funny Video goes viral
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 01, 2021 | 11:56 AM
Share

Funny Video : સામાન્ય રીતે જ્યારે પણ કોઈ વાહન કાદવમાં ફસાઈ જાય ત્યારે તેને બહાર કાઢવા માટે આપણે ટ્રેક્ટરનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ જો ટ્રેક્ટર જ ખાડામાં ફસાઈ જાય તો શું ? સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલાક જુગાડ સંબધિત વીડિયો વાયરલ થતા જોવા મળે છે.તાજેતરમાં આવો જ એક વીડિયો ઈન્ટરનેટ (Internet) પર વાયરલ થઈ રહ્યો છે,જેમાં એક ગુજ્જુ જે રીતે ફસાયેલા ટ્રેકટરને બહાર કાઢે છે,તે જોઈને તમે પણ દંગ રહી જશો.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક ટ્રેક્ટર(Tractor)  ખાડામાં ખરાબ રીતે ફસાઈ ગયું છે, આવી સ્થિતિમાં વ્યક્તિએ તેને બહાર કાઢવા માટે જબરદસ્ત દિમાગ લગાવ્યુ. આ વ્યક્તિએ પાછળના ટાયરથી સહેજ આગળ લાકડાની મજબૂત લાકડી મૂકી અને પછી ટ્રેક્ટરની ટ્રોલી ઉંચી કરવાનું કહ્યું, જેના કારણે પાછળનું વ્હીલ હવામાં ઉછળ્યું અને પછી જેમ જેમ ટ્રેક્ટર આગળ વધ્યું, તેમ તેમ તેને ધક્કો માર્યા વિના ટ્રેક્ટરને બહાર કાઢ્યુ. આ જુગાડ વીડિયો હાલ ઈન્ટરનેટ પર ધુમ માચવી રહ્યો છે.

જુઓ વીડિયો

View this post on Instagram

A post shared by JUGAAD (@jugaadu_life_hacks)

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

જુગાડનો આ વીડિયો સોશિયલ મીડિયા પર લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું કે, ‘આ જુગાડ ખરેખર પ્રશંશનીય છે.’ જ્યારે અન્ય એક યુઝરે (Users) લખ્યું છે, ‘આ દેશી જુગાડ એક ગુજ્જુ જ કરી શકે.’ આ સિવાય અન્ય યુઝર્સ આ દેશી જુગાડની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.

આ વિડિયો ઈન્સ્ટાગ્રામ પરથી jugaadu_life_hacks નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોને (Video) અત્યાર સુધીમાં હજારો વ્યૂઝ અને લાઈક્સ મળી ચૂક્યા છે, આ ગુજ્જુ હાલ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે.

આ પણ વાંચો: Viral video : વરમાળા દરમિયાન વરરાજાએ દુલ્હનને જીતવા માટે કર્યું કંઈક આવું, વીડિયો જોઈને તમે પણ હસીને લોટપોટ થઇ જશો

આ પણ વાંચો: Viral video : સિંદૂર લગાવવાનો આ અંદાજ જોઈને લોકો લઇ રહ્યા છે મજા, વીડિયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ

g clip-path="url(#clip0_868_265)">