Video : યુવકોએ બે પહાડ વચ્ચે કર્યા ખતરનાક સ્ટંટ, દોરી પર બાઈક ચલાવતા આ યુવકને જોઈને તમે પણ ચોંકી જશો !

|

Oct 16, 2021 | 4:11 PM

તાજેતરમાં એક સ્ટંટ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ અદ્ભુત સ્ટંટ જોઈને તમે પણ ચોંકી જશો.

Video : યુવકોએ બે પહાડ વચ્ચે કર્યા ખતરનાક સ્ટંટ, દોરી પર બાઈક ચલાવતા આ યુવકને જોઈને તમે પણ ચોંકી જશો !
Stunt Video Viral on Social media

Follow us on

Viral Video : સોશિયલ મીડિયા પર અવાર નવાર કેટલાક સ્ટંટ વીડિયો વાયરલ થતા જોવા મળે છે. બાળકોથી માંડીને યુવાનો સુધી સૌ કોઈ પર સ્ટંટનો ચસ્કો છે. સ્ટંટ (Stunt) કરવાના ચક્કરમાં ક્યારેક યુવાનો પોતાનો જીવ પણ જોખમમાં મુકતા હોય છે. આજકાલ આવો જ એક સ્ટંટ વીડિયો ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ યુવક જે રીતે પહાડો પર સ્ટંટ કરી રહ્યો છે તે જોઈને તમે પણ વિચારતા થઈ જશો.

બે પહાડો વચ્ચે આ યુવકોએ કર્યા જબરદસ્ત સ્ટંટ

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે બે પહાડો વચ્ચે એક દોરી બાંધવામાં આવી છે. પહેલા બે યુવાનો આ દોરી પર સાઈકલ ચલાવતા જોવા મળી રહ્યા છે. બાદમાં એક યુવક સ્પીડમાં આ દોરી પર બાઈક (Bike) ચલાવતો જોવા મળી રહ્યા છે. આ સ્ટંટ જોઈને સૌ કોઈને આશ્વર્ય થઈ રહ્યુ છે. આ સ્ટંટ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

જુઓ વીડિયો

વીડિયોએ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી

તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર  @rupin1992 નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. યુઝર્સ આ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. જેમાં એક યુઝર્સ લખ્યુ કે, આ ખતરનાક સ્ટંટ જોઈને હેરાન છુ…જ્યારે અન્ય યુઝર્સ (Users) પણ આ સ્ટંટમેનની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.

 

Disclaimer: આ સ્ટંટ નિષ્ણાંતોની હાજરીમાં કરવામાં આવ્યા છે, તેથી આ પ્રકારના સ્ટંટ કરવાનો પ્રયત્ન કરવો નહીં.

આ પણ વાંચો : Video : આ ક્યુટ ગર્લે ઈન્ટરનેટ પર મચાવી ધમાલ, એરપોર્ટ સિક્યુરિટી ગાર્ડ પાસે તેના માસીને મળવા માંગી રહી છે પરમિશન !

આ પણ વાંચો : દિકરીના જન્મની અનોખી ઉજવણી, દિકરીનો જન્મ થતા આ પેટ્રોલ પંપના માલિકે ગ્રાહકોને આપ્યું ‘ફ્રી પેટ્રોલ’

Next Article