‘પતંગ સાથે યુવાન પણ આકાશમાં’ : પતંગ સાથે 30 મીનિટ સુધી હવામાં લટકતો રહ્યો આ યુવાન ! ધબકારા વધારી દેતો વીડિયો થયો વાયરલ

|

Dec 23, 2021 | 3:23 PM

આજકાલ સોશિયલ મીડિયા પર એક શોકિંગ વીડિયો સામે આવ્યો છે. જેમાં એક યુવાન પતંગ સાથે લટકતો જોવા મળી રહ્યો છે.

પતંગ સાથે યુવાન પણ આકાશમાં : પતંગ સાથે 30 મીનિટ સુધી હવામાં લટકતો રહ્યો આ યુવાન ! ધબકારા વધારી દેતો વીડિયો થયો વાયરલ
Man fly with kite

Follow us on

Viral Video : પતંગનું નામ સાંભળતા જ અમુક લોકોની જૂની યાદો તાજી થઈ જતી હોય છે. સામાન્ય રીતે 14 જાન્યુઆરીએ ઉત્તરાયણ ઉજવવામાં આવે છે. પરંતુ પતંગ પ્રેમીઓ (Kite) આગાઉથી જ પતંગ ચગાવતા જોવા મળે છે. ક્યારેક પતંગની ઘેલછામાં લોકો પોતાનો જીવ જોખમમાં મુકતા પણ અચકાતા નથી. ઘણીવાર સોશિયલ મીડિયા (Social Media) પર આ પ્રકારના વીડિયો (Shocking Video) જોવા મળતા હોય છે.

પતંગ સાથે યુવાન પણ આકાશમાં પહોંચતા લોકોના શ્વાસ અધ્ધર થયા

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

પરંતુ શું તમે ક્યારેય કોઈ વ્યક્તિને પતંગ સાથે ઉડતા જોયો છે ? જી હા, તમને જાણીને નવાઈ લાગશે પણ આ દિવસોમાં આવો જ એક શોકિંગ વીડિયો સામે આવ્યો છે. આ દિલઘડક દ્રશ્યો જોઈને તમે પણ વિચારતા થઈ જશો. એક રિપોર્ટ અનુસાર આ ઘટના શ્રીલંકાના (Sri Lanka) જાફના શહેરની છે. અહીંના એક વિસ્તારમાં પતંગ ઉડાડવાની સ્પર્ધા ચાલી રહી હતી, તે દરમિયાન આ અકસ્માત થયો હતો.

પતંગ ચગાવવાના ચક્કરમાં કંઈક આવુ થયુ

એક યુવાન તેની બાકીની ટીમ સાથે, દોરડું પકડીને એક મોટો પતંગ ચગાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ પતંગ સાથે તે પણ આકાશમાં 30 ફૂટ સુધી પહોંચી ગયો. આ જોઈને તેના સાથીઓને આશ્ચર્ય થયું. તમને જણાવી દઈએ કે, આ પતંગ ખુબ ભારે હોવાથી આ પ્રકારનો અકસ્માત થયો હતો.

જુઓ વીડિયો

શોકિંગ વીડિયો થયો વાયરલ

આ ખતરનાક નજારો જોઈને તેના સાથીઓ બૂમો પાડતા રહ્યા કે દોરડા છોડો નહીંતર પતંગ સાથે આ વ્યક્તિ પણ ઊંચે આકાશમાં પહોંચી જશે. પતંગ થોડી નીચે આવતા જ વ્યક્તિએ દોરડું છોડ્યું અને તે જમીન પર પડી ગયો. જેના કારણે આ વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો પરંતુ સદનસીબે તેનો જીવ બચી ગયો. સ્પર્ધામાં હાજર લોકોનું કહેવું છે કે આ યુવાન તેના સાથીઓ સાથે એક મોટી પતંગ (Big Kite) ચગાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ શોકિંગ વીડિયો હાલ ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે.

 

આ પણ વાંચો : લો બોલો ! દરિયામાં ડૂબેલુ જહાજ જોવા ગયેલા મંત્રીનું પણ પ્લેન ક્રેશ, દિલધડક દ્રશ્યો કેમેરામાં થયા કેદ

આ પણ વાંચો : મોબાઈલનો વરઘોડો : ચાવાળાએ પોતાની દિકરી માટે ખરીદ્યો મોબાઈલ, બેન્ડવાજા અને બગી દ્વારા કર્યુ ભવ્ય સ્વાગત !

Next Article