Funny: ઝુલા ઝુલવાના ચક્કરમાં શખ્સ પડ્યો આગ પર, વીડિયો જોઈ યુઝર્સ થયા હસીને લોટપોટ

|

Apr 20, 2022 | 9:22 AM

કેટલાક વાયરલ વીડિયો ખૂબ જ આશ્ચર્યજનક હોય છે. આવો જ એક ચોંકાવનારો વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ (Viral Videos) થઈ રહ્યો છે, જેને જોઈને તમે પહેલા થોડા ચોંકી જશો અને પછી હસી પડશો.

Funny: ઝુલા ઝુલવાના ચક્કરમાં શખ્સ પડ્યો આગ પર, વીડિયો જોઈ યુઝર્સ થયા હસીને લોટપોટ
Man Falling On Fire (Instagram)

Follow us on

કહેવાય છે કે આગ સાથે ક્યારેય ના રમવું જોઈએ નહીં તો એક નાનું તણખલું પણ સૌથી મોટી વસ્તુને રાખમાં ભેળવી શકે છે. શિયાળાના દિવસોમાં તમે જોયું જ હશે કે લોકો આગની આજુબાજુ બેસી જાય છે અને ગરમી મેળવે છે, પરંતુ આ બાબતમાં ઘણી વખત ઘરોમાં ભીષણ આગ લાગી જાય છે. જો કે સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રકારના વીડિયો વાયરલ થતા રહે છે, પરંતુ કેટલાક વીડિયો ખૂબ જ આશ્ચર્યજનક હોય છે. આવો જ એક ચોંકાવનારો વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ (Viral Videos) થઈ રહ્યો છે, જેને જોઈને તમે પહેલા થોડા ચોંકી જશો અને પછી હસી પડશો.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ આનંદથી ઝૂલી રહ્યો છે, જ્યારે સામે એક મોટી તપેલીમાં આગ સળગી રહી છે. વ્યક્તિને એ વાતની બિલકુલ પરવા નથી હોતી કે જો તે ભૂલથી પડી જાય તો તેનું શું થશે, ઝૂલા ઝૂલતી વખતે અચાનક જ ઝુલાનું દોરડુ તૂટી જાય છે અને વ્યક્તિ પડી જાય છે. તે પડતાની સાથે જ તેનો એક પગ અચાનક આગમાં જાય છે, ત્યારબાદ તે ઝડપથી તેનો પગ બહાર કાઢે છે. તે નસીબદાર હતો કે માત્ર તેનો પગ આગમાં હતો, જો તે આગમાં તેના ચહેરા પર પડ્યો હોત તો તેના ચહેરાને ઈજા થઈ શકે તેમ હતું અને તે ગંભીર રીતે ઘાયલ થયો હોત.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ ફની વીડિયો(Funny Video)ને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર deionsanders નામથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 78 મિલિયન એટલે કે 7.8 કરોડથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 2.3 મિલિયન એટલે કે 23 લાખથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે. તે જ સમયે, લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે.

આ પણ વાંચો: Viral: નાના બાળક અને કૂતરાની ધમ્માચકડી, વીડિયો જોઈ યુઝર્સે કહ્યું ‘બંન્ને સરખા ભેગા થયા’

આ પણ વાંચો: Funny: હીરોપંતી પડી ભારે, ખાટલા પર સ્ટંટના ચક્કરમાં છોકરાની હાલત થઈ ખરાબ, વીડિયો જોઈ હસવું નહીં રોકી શકો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article