Viral Video : ડિલિવરી બોયને ઉતાવળ કરવી ભારે પડી, યુવક બાઈક સાથે પડ્યો ખાડામાં !

|

Dec 31, 2021 | 2:56 PM

ઈન્ટરનેટ પર એક ડિલિવરી બોયનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેની સાથે કંઈક એવુ થાય છે, જે જોઈને તમારા શ્વાસ પણ અધ્ધર થઈ જશે.

Viral Video : ડિલિવરી બોયને ઉતાવળ કરવી ભારે પડી, યુવક બાઈક સાથે પડ્યો ખાડામાં !
Delivery Boy fall down with bike

Follow us on

Viral Video : સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થાય છે, જેમાં કેટલાક રમુજી વીડિયો (Funny Video) જોઈને લોકો હસીને લોટ પોટ થઈ જાય છે. જ્યારે કેટલાક આશ્ચર્યજનક વીડિયો જોઈને લોકોના પણ હોંશ ઉડી જાય છે. તાજેતરમાં એક ડિલિવરી બોયનો (Delivery Boy) આવો જ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં ઉતાવળના ચક્કરમાં આ યુવાન સાથે કંઈક એવુ થાય છે જે જોઈને તમે પણ ચોંકી જશો.

ઉતાવળમાં બાઈક પડી ખાડામાં !

ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક ડિલિવરી બોય તેની બાઇક (Bike) રોડની બાજુમાં પાર્ક કરી રહ્યો છે અને ખુબ ઉતાવળમાં લાગી રહ્યો છે. પરંતુ, તેની સાથે એક એવી ઘટના બને છે જેને તે જીવનભર ભૂલી શકશે નહીં. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યો છે.

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

જુઓ વીડિયો

યુઝર્સ કહ્યુ “કિસ્મત હો તો ઐસી”

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ડિલિવરી બોય બાઇક લઈને રોડની બાજુએ પહોંચે છે. બાઇક થોભાવ્યા બાદ તે તેને બાજુના સ્ટેન્ડ પર ઉભી રાખવાનો પ્રયાસ કરે છે. પરંતુ, તેને ખ્યાલ નહોતો કે તેની સાથે કંઈક આવુ થશે. બાઇકને સાઇડ સ્ટેન્ડ પર મૂકવા માટે તેણે જમણો પગ સીડીની બાજુમાં મૂકતા જ જમીનનો એક ભાગ તૂટી ગયો અને પછી જે થયુ તે જોઈને તમારા હોંશ ઉડી જશે.

આ યુવક નીચે પડવાનો હતો પણ તે સમજદારી પૂર્વક કૂદીને બીજી બાજુ પહોંચી ગયો. પરંતુ, તે તેની બાઇક બચાવી શક્યો નહિ. જો કે ડિલિવરી બોય નસીબદાર હતો કે તેને કોઈ ઈજા થઈ નહિ. તમને જણાવી દઈએ કે, આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર ‘memewalanews’ નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો : Viral : પોતાના બાળકનો જીવ બચાવવા આ મહિલાએ લગાવી છલાંગ, દિલ ધડક દ્રશ્યો કેમેરામાં થયા કેદ

Next Article