Video: આગળથી બળદગાડુ અને પાછળથી કાર! નવા મોડેલ પર લોન્ગ ડ્રાઈવ માટે નીકળેલી આ ત્રણ મહિલાને જોઈને સૌ કોઈ આઘાતમાં

|

Oct 04, 2021 | 8:03 PM

દુનિયામાં પ્રતિભાની કોઈ કમી નથી. ત્યારે આજકાલ આવો જ એક જુગાડનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જે જોઈને તમે પણ હસીને લોટપોટ થઈ જશો.

Video: આગળથી બળદગાડુ અને પાછળથી કાર! નવા મોડેલ પર લોન્ગ ડ્રાઈવ માટે નીકળેલી આ ત્રણ મહિલાને જોઈને સૌ કોઈ આઘાતમાં
Funny video viral on social media

Follow us on

Funny Video: સોશિયલ મીડિયાની દુનિયામાં તમે જુગાડ વીડિયો જોયા જ હશે. માત્ર ટેકનિકલ કે શિક્ષિત લોકો જ કંઈક અલગ કરી શકે તે જરૂરી નથી. દુનિયામાં પ્રતિભાની કોઈ કમી નથી. લોકો જુગાડનો ઉપયોગ કરીને એવી મનોરંજક વસ્તુઓ બનાવતા રહે છે. જે જોઈને લોકોને આશ્ચર્ય પણ થાય છે. ત્યારે આજકાલ આવો જ એક વીડિયો ઈન્ટરનેટ (Internet) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને સૌ કોઈને આશ્ચર્ય થઈ રહ્યુ છે.

 

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

નવા મોડેલ પર લોન્ગ ડ્રાઈવ 

તમે અનેક પ્રકારના જુગાડ જોયા હશે,પરંતુ વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં (Funny Video)  જે રીતે જુગાડ કરવામાં આવ્યો છે, તે જોઈને તમે પણ ચોંકી જશો. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કારમાં એક પછી એક 3 મહિલાઓ બેસે છે. એવું લાગે છે કે ત્રણેય મહિલા ક્યાંક લોંગ ડ્રાઈવ પર જતા હશે. પરંતુ થોડા સમય બાદ જે દ્રશ્ય જોવા મળે છે, જેને જોઈને સૌ કોઈને આશ્ચર્ય થઈ રહ્યુ છે.

 

જુઓ વીડિયો

આ જુગાડની સૌ કોઈ પ્રશંશા કરી રહ્યા છે

જ્યારે મહિલાઓ કારની પાછળની સીટ પર બેસે છે, ત્યારે લાગે છે કે કેવી અદ્ભુત કાર (Car) છે પણ કેમેરાનો એંગલ બદલાતા જ ખબર પડે છે કે તે કાર નથી પણ બળદગાડી છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. સૌ કોઈ આ જુગાડની પ્રશંશા કરી રહ્યા છે.

 

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

તમને જણાવી દઈએ કે આ રમુજી વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર chokhapunjab નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. સાથે કેપ્શનમાં લખ્યું કે ‘ જરૂરિયાત શોધની માતા છે, તેથી અમે તાજેતરના વધતા જતા પેટ્રોલના ભાવોની સમસ્યાને દૂર કરવા માટે એક ઉપાય લાવ્યા છીએ.’ સોશિયલ મીડિયા યુઝર્સ (Social media) આ વીડિયોને શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો : Video : વરરાજાએ તો ભારે કરી ! મંડપમાં રિસાયેલા વરરાજાને મનાવતી દુલ્હનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

આ પણ વાંચો :  બાપ રે ! આ વ્યક્તિએ એક આંગળીથી તરબુચના બે ટુકડા કરી નાખ્યા, Video જોઈને લોકો પણ આશ્વર્યમાં !!

Next Article