સ્કૂટર કે રેલગાડી ? આ વ્યક્તિએ જુગાડથી સ્કૂટરને આપ્યો નવો લુક, લોંગ ડ્રાઈવ પર નીકળેલા આ પરિવારને જોઈને સૌ કોઈ આઘાતમાં

|

Nov 20, 2021 | 3:29 PM

હાલમાં જુગાડનો એક વીડિયો ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે. જેમાં એક વ્યક્તિએ બે સ્કૂટરને જોડીને સ્કૂટરને નવો લુક આપ્યો છે. જેના પર બે-ત્રણ નહીં પરંતુ ચાર લોકો આરામથી બેસી શકે છે.

સ્કૂટર કે રેલગાડી ? આ વ્યક્તિએ જુગાડથી સ્કૂટરને આપ્યો નવો લુક, લોંગ ડ્રાઈવ પર નીકળેલા આ પરિવારને જોઈને સૌ કોઈ આઘાતમાં
Funny video goes viral

Follow us on

Funny Video: જુગાડ સંબંધિત વીડિયો અવારનવાર સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થતા જોવા મળે છે. તેમજ યુઝર્સને પણ જુગાડ વીડિયો ખૂબ જ પસંદ આવે છે. કહેવાય છે કે જુગાડથી અશક્ય કામ પણ શક્ય બની જાય છે. તાજેતરમાં આવા જ એક જુગાડે (Jugaad) ઈન્ટરનેટ પર ધમાલ મચાવી છે. જેમાં જે રીતે જુગાડથી સ્કૂટરને નવો લુક આપવામાં આવ્યો છે, તે જોઈને તમે પણ વિચારતા થઈ જશો.

 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ઘણીવાર તમે જોયું હશે કે લોકો ઘણી વખત આવી બાઈક બનાવવા માટે જુગાડ ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે, જેને જોઈને સારા એન્જિનિયરો પણ ક્ષણભર માટે દંગ રહી જાય છે. જુગાડનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે અને તેને અલગ-અલગ પ્લેટફોર્મ પર શેર કરી રહ્યા છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ બે સ્કૂટરને એવી રીતે જોડ્યા છે કે જાણે કોઈ મોટી ગાડી ન હોય. આ જુગાડથી બે-ત્રણ નહીં પરંતુ ચારથી વધુ લોકો આરામથી મુસાફરી કરી શકે છે.

 

જુઓ વીડિયો

 

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

જુગાડનો આ વીડિયો લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે. યુઝર્સ (Users) આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ભાઈ! આ જુગાડબાઝને 21 તોપોની સલામી મળવી જોઈએ. વીડિયો પર કોમેન્ટ કરતાં અન્ય યુઝરે લખ્યું, મને નથી લાગતું કે RTO તેને ચાલવા દેશે. આ સિવાય અન્ય ઘણા યુઝર્સે આ વીડિયો પર રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

 

તમને જણાવી દઈએ કે આ વીડિયો Joseph John નામના યુઝરે આ ફની વીડિયોને ટ્વિટર પર શેર કર્યો છે. જેને અત્યાર સુધીમાં હજારો વ્યુઝ અને સેંકડો લાઈક્સ મળી છે. આ અનોખો જુગાડ જોઈને હાલ યુઝર્સ દંગ રહી ગયા છે.

 

 

આ પણ વાંચો: ભક્તિમાં ઓળઘોળ ! લડ્ડુ ગોપાલનો હાથ ખંડિત થતા પુજારી થયા ભાવવિભોર, ડોક્ટરે ચેકએપ કર્યુ પછી જ માન્યો આ ભક્ત,જુઓ Video

 

આ પણ વાંચો: ના હોય ! બિલાડીને રોડ ક્રોસ કરાવવા માટે આ પોલીસકર્મીએ રોક્યો ટ્રાફિક, ક્યુટ વીડિયો ઈન્ટરનેટ પર થયો વાયરલ

Published On - 3:28 pm, Sat, 20 November 21

Next Article