Viral Video: કચ્ચા બદામ ગીત પર નાની બાળકીએ કર્યો ડાન્સ, લોકોએ કહ્યું- ‘યે હૈ સબસે છોટા બદામ’

|

Apr 04, 2022 | 11:03 AM

નાના બાળકો પણ આ ગીત પર ધમાકેદાર ડાન્સ કરતા જોવા મળે છે. આજકાલ સોશિયલ મીડિયા પર એક નાની બાળકીનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે 'કચ્ચા બદામ' ગીત પર જોરદાર ડાન્સ કરતી જોવા મળી રહી છે.આ અદભૂત ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેયર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં 50 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.

Viral Video: કચ્ચા બદામ ગીત પર નાની બાળકીએ કર્યો ડાન્સ, લોકોએ કહ્યું- યે હૈ સબસે છોટા બદામ
little girl amazing dance

Follow us on

કચ્ચા બદામ (Kacha Badam Song) ગીત ગાવાનો ઉત્સાહ લોકોના માથા પરથી ઉતરવાનું નામ નથી લઈ રહ્યો. છેલ્લા ઘણા દિવસોથી આ ગીત સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે. ઈન્સ્ટાગ્રામ પર યુઝર્સ આ ગીત પર જોરદાર રીતે રીલ અને વીડિયો બનાવી રહ્યા છે. સામાન્ય માણસથી લઈને મોટા સ્ટાર્સ અને ખેલાડીઓને પણ આ ગીત એટલું પસંદ આવ્યું છે કે તેઓ પણ આ ગીત પર ડાન્સ કરીને સોશિયલ મીડિયા (Social Media)પર ધૂમ મચાવી રહ્યા છે.

થોડા દિવસ પહેલા જ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ પણ આ ગીત પર ડાન્સ કરતી જોવા મળી હતી. તેણે પોતે આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેયર કર્યો હતો, જેને લોકોએ ખૂબ પસંદ પણ કર્યો હતો. નાના બાળકો પણ આ ગીત પર ધમાકેદાર ડાન્સ કરતા જોવા મળે છે. આજકાલ સોશિયલ મીડિયા પર એક નાની બાળકીનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ‘કચ્ચા બદામ’ ગીત પર જોરદાર ડાન્સ કરતી જોવા મળી રહી છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે ‘કચ્ચા બદામ’ બાળકી પર છવાયેલી છે. ગીત શરૂ થતાંની સાથે જ તે ધૂમ મચાવી દે છે. તેણે ડાન્સની સારી નકલ કરી છે. છોકરીની દરેક મુવ્સ અદ્ભુત છે. ગીતની શરૂઆતમાં જ ખબર પડે છે કે છોકરી સારો ડાન્સ કરશે, કારણ કે તેણે સ્ટેપ્સ એટલા સરસ પકડ્યા છે કે જોઈને તમારું દિલ ખુશ થઈ જશે. સ્વાભાવિક છે કે યુવતીએ સોશિયલ મીડિયા પર જોઈને જ આ ડાન્સ શીખ્યો હોવો જોઈએ.

વીડિયો જુઓ:

આ અદભૂત ડાન્સ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર cutechildrenfanpage ના નામથી શેયર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં 50 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. જ્યારે 2 લાખ 42 હજારથી વધુ લોકોએ વીડિયોને જોયો છે અને તેને લાઈક કર્યો છે. લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે ફની રીતે લખ્યું છે કે ‘આ સૌથી નાની બદામ છે’.

આ પણ વાંચો: Kacha Badam: ‘કચ્ચા બદામ’ પછી હવે પી.વી. સિંધુએ તમિલ ગીત પર કર્યો જોરદાર ડાન્સ, વીડિયો જોઈને લોકોએ કહ્યું- મલ્ટી ટેલેન્ટેડ

આ પણ વાંચો: Gangaur Teej 2022 : ગણગૌરની પૂજાનો શુભ સમય, પૂજા વિધિ અને ત્રીજનું મહત્વ જાણો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

Next Article