Viral Video : ઈન્ટરનેટની દુનિયામાં છવાયો આ ટેણિયો ! બાળકનુ ટેલેન્ટ જોઈને લોકો પણ દંગ રહી ગયા

|

Oct 06, 2021 | 7:19 PM

સોશિયલ મીડિયા પર એક બાળકનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે રણવીર સિંહની ફિલ્મ ગલી બોયનું રેપ સોંગ ગાઈ રહ્યો છે.

Viral Video : ઈન્ટરનેટની દુનિયામાં છવાયો આ ટેણિયો ! બાળકનુ ટેલેન્ટ જોઈને લોકો પણ દંગ રહી ગયા
little boy raps gully boy song

Follow us on

Viral Video : ભારતમાં નાના બાળકોથી માંડીને વૃદ્ધ લોકોમાં બોલિવૂડનો ક્રેઝ જોવા મળે છે. સોશિયલ મીડિયા પર બોલિવૂડ સોંગ પર ડાન્સ કરતા યુઝર્સના વીડિયો વાયરલ થતા જોવા મળે છે, જેમાં કેટલાક વીડિયો એવા હોય છે, જે જોઈને ખુબ હસવુ આવે છે. જ્યારે કેટલાક વીડિયો જોઈને આશ્વર્ય પણ થતુ હોય છે. ત્યારે તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક બાળક રણવીરસિંહની ફિલ્મ ગલી બોયનું (Gully Boy) રેપ સોંગ ગાતો જોવા મળી રહ્યો છે. આ ટેણિયાનુ ટેલેન્ટ જોઈને સૌ કોઈને આશ્વર્ય થઈ રહ્યુ છે.

બાળકે ગલી બોય ફિલ્મના રેપ સોંગ પર રણવીર સિંહની હુબહુ નકલ કરી

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, આ બાળક અલગ અંદાજમાં રણવીર સિંહની ફિલ્મનું રેપ સોંગ ગાઈ રહ્યો છે. એટલુ જ નહિ સાથે રણવીર સિંહની જેમ એક્સપ્રેશન (Expression) આપતો પણ જોવા મળી રહ્યો છે. વીડિયોમાં બાળકના મિત્રો અને સાથીઓ તેને પ્રોત્સાહન આપતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો હાલ યુઝર્સને ખુબ પસંદ આવી રહ્યો છે.

જુઓ વીડિયો

યુઝર્સ બાળકના ટેલેન્ટની કરી પ્રશંશા

તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર Yuva Arunachal નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. સાથે કેપ્શનમાં લખવામાં આવ્યુ છે કે, ‘પ્રતિભાની કોઈ સીમા હોતી નથી, તે ગમે ત્યાં મળી જાય છે.’ યુઝર્સ આ વીડિયો પસંદ કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા (Comments) આપતા જોવા મળી રહ્યા છે. જેમાં એક યુઝર્સ લખ્યુ કે, હુબહુ રણવીર સિંહની કોપી…જ્યારે અન્ય યુઝર્સ પણ આ બાળકની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો : Video : બાપ રે ! આ ખિસકોલી તો સાપને પહોંચી ગઈ, સાપ અને ખિસકોલીની ભીષણ લડાઈનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ

આ પણ વાંચો :  સિંહનો શોખ શેખને ભારે પડી ગયો ! સિંહના બચ્ચાએ શેખના કર્યા હાલ-બેહાલ, Video જોઈને સૌ કોઈ આશ્વર્યમાં

Published On - 7:16 pm, Wed, 6 October 21

Next Article