AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: IASએ લગ્નમાં બચેલા ભોજનની તસ્વીર કરી શેર, લોકોએ કહ્યું આનાથી કેટલાય ભૂખ્યા ગરીબોનું પેટ ભરી શકાત

નાનપણથી આપણે બધા એ સાંભળતા આવીએ છીએ કે ભોજનનું ક્યારેય અપમાન ન કરવું જોઈએ અને ખોરાકનો બગાડ ન કરવો જોઈએ, પરંતુ લગ્ન કે કોઈપણ મોટા કાર્યક્રમમાં આપણે બાળપણનો આ પાઠ ભૂલી જઈએ છીએ.

Viral: IASએ લગ્નમાં બચેલા ભોજનની તસ્વીર કરી શેર, લોકોએ કહ્યું આનાથી કેટલાય ભૂખ્યા ગરીબોનું પેટ ભરી શકાત
Wasted food in the wedding (Image Credit Source: Twitter)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 20, 2022 | 8:39 AM
Share

ભારતમાં લગ્નોમાં પાણીની જેમ પૈસા વેડફાય છે! ડેકોરેશનથી લઈને ફૂડ અને વર-કન્યાના ડ્રેસ બધું જ ખાસ હોય છે. આ જ કારણ છે કે આપણા દેશમાં લગ્ન (Wedding)દરમિયાન લાખો રૂપિયા માત્ર ખાવા પર જ ખર્ચવામાં આવે છે. આવી સ્થિતિમાં ભોજનનો સૌથી વધુ બગાડ લગ્નોમાં જ જોવા મળે છે. ઘણી વખત લગ્નોમાં જોવા મળે છે કે લોકો આખી થાળી કચરાપેટીમાં ભરીને જ ખાવાનું ફેંકી દે છે.

આ સ્થિતિ ત્યારે છે જ્યારે ગ્લોબલ હંગર ઈન્ડેક્સ (Global Hunger Index) 2021માં 116 દેશોની યાદીમાં ભારત 101મા ક્રમે છે. આવી સ્થિતિમાં લગ્ન અને પાર્ટીઓમાં ભોજનનો બગાડ વિડંબના સમાન છે. હાલના દિવસોમાં એક તસવીર વાયરલ થઈ રહી છે. જે ખરેખર ચિંતાજનક છે.

નાનપણથી આપણે બધા એ સાંભળતા આવીએ છીએ કે ખોરાકનું ક્યારેય અપમાન ન કરવું જોઈએ અને ખોરાકનો બગાડ ન કરવો જોઈએ, પરંતુ લગ્ન કે કોઈપણ મોટા કાર્યક્રમમાં આપણે બાળપણનો આ પાઠ ભૂલી જઈએ છીએ. આનો પુરાવો આ વાયરલ તસ્વીર છે, જેમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ હેઠી થાળીઓ તેમજ લગ્નમાં બચેલો બગાડાયેલો ખોરાક સાફ કરતો જોવા મળી રહ્યો છે. જો આ ખોરાક ઘણા ભૂખ્યા લોકોનું પેટ સરળતાથી ભરી શકત.

વાયરલ થઈ રહેલી આ તસવીર IAS ઓફિસર અવનીશ શરણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કરી છે. જેની સાથે તેણે કેપ્શનમાં લખ્યું- ‘એ ફોટો જે તમારા વેડિંગ ફોટોગ્રાફરથી છૂટી ગઈ, ખાવાનું બગાડવાનું બંધ કરો.’ આ તસવીર જોયા બાદ લોકો ખૂબ જ ગુસ્સામાં જોવા મળી રહ્યા છે અને કમેન્ટ્સ દ્વારા તેમની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

એક યુઝરે લખ્યું, ‘આમ તો, લોકો થાળી પણ ચાડી જતા હોય છે તો પછી લગ્નમાં ભોજનનો બગાડ શા માટે કરે છે.’ જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘એવા નિયમો બનાવવા જોઈએ જેથી ખોરાકનો આવો બગાડ ટાળી શકાય.’ લખ્યું કે, ‘લગ્ન દરમિયાન બચેલો ખોરાક જરૂરિયાતમંદોમાં વહેંચવો જોઈએ.’ આ સિવાય અન્ય ઘણા યુઝર્સે આ અંગે કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપ્યો હતો.

આ પણ વાંચો: Technology: Google એ કહ્યું Chrome બ્રાઉઝરમાં છે 11 સિક્યોરિટી બગ્સ, જાણો તેને કઈ રીતે દૂર કરવા

આ પણ વાંચો: Viral: નાના ડોગીએ સૂંવરને ચાલવા કર્યું મજબૂર, વીડિયો જોઈ હસવું નહીં રોકી શકો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">