AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સિંહ પાછળ લાકડી લઈ દોડ્યો શખ્સ, યુવકની હિમ્મત જોઈ લોકો સ્તબ્ધ, જુઓ વાયરલ વીડિયો

વાયરલ થઈ રહેલી આ ક્લિપ થોડીક સેકન્ડની છે, પરંતુ તેને જોઈને દરેક લોકો વિચારમાં પડી ગયા છે. સિંહ સંબંધિત આવો કોઈ વીડિયો તમે ભાગ્યે જ જોયો હશે. જુઓ આ ચોંકાવનારો વાયરલ વીડિયો.

સિંહ પાછળ લાકડી લઈ દોડ્યો શખ્સ, યુવકની હિમ્મત જોઈ લોકો સ્તબ્ધ, જુઓ વાયરલ વીડિયો
Lion shocking viral videoImage Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 14, 2022 | 4:05 PM
Share

સોશિયલ મીડિયા પર સિંહનો એક વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને લોકો દંગ રહી ગયા છે. સિંહએ જંગલનો રાજા ગણાય છે. જેની ગર્જનાથી આખું જંગલ ધ્રૂજી ઊઠે છે, પરંતુ કોઈ વ્યક્તિ તેને લાકડી બતાવીને ગાય-ભેંસની જેમ ડરાવે તો શું કહેશો? હા, તમે બિલકુલ સાચું વાંચ્યું છે. આ વીડિયો જોયા પછી તમે પણ માથું ખંજવાળવા મજબૂર થઈ જશો કારણ કે આ વીડિયો કોઈ સર્કસનો નથી, પરંતુ જંગલનો છે.

વાયરલ થઈ રહેલી આ ક્લિપ થોડીક સેકન્ડની છે, પરંતુ તેને જોઈને દરેક લોકો વિચારમાં પડી ગયા છે. સિંહ સંબંધિત આવો કોઈ વીડિયો તમે ભાગ્યે જ જોયો હશે. વાયરલ થઈ રહેલી ક્લિપમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ લાકડીની મદદથી બબ્બર સિંહને ડરાવીને ભગાડવાનો પ્રયાસ કરે છે. આશ્ચર્યની વાત એ છે કે સિંહ તેના પર હુમલો કરવાના બદલે તેનાથી ડરીને ભાગી જાય છે. આ વીડિયો ખરેખર આશ્ચર્યજનક છે. ક્લિપમાં જોઈ શકાય છે કે લાકડીને જોઈને સિંહ એટલો ગભરાઈ જાય છે કે તે તરત જ ત્યાંથી ભાગવા લાગે છે. તો તમે પણ જુઓ આ અદ્ભુત વીડિયો.

આ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર one_earth__one_life નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. યુઝરે કેપ્શનમાં લખ્યું, ઓહ તેરી. 1 નવેમ્બરના રોજ શેર કરવામાં આવેલા આ વીડિયોને 12.5 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. સાથે જ ઘણા લોકોએ કમેન્ટ પણ કરી છે.

કોમેન્ટ કરતી વખતે એક યુઝરે લખ્યું છે કે, આ વ્યક્તિ મોત સાથે રમવાનો પ્રયાસ કરી રહ્યો છે. બીજી તરફ અન્ય યુઝર કહે છે કે, સિંહો પણ આવા હોય શકે, તે આજે જોવા મળ્યું. અન્ય એક યુઝરે કોમેન્ટ કરતાં કહ્યું કે સિંહ કદાચ ભૂખ્યો નહીં હોય, નહીંતર તેણે લાકડી સાથે યુવકનું કામ તમામ કરી દીધું હોત.

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">