હવે કોરિયન મહિલાને ચડ્યો Srivalli ફિવર, વીડિયો જોઈ લોકોએ કહ્યું દીદીએ શું ડાન્સ કર્યો !

|

Feb 10, 2022 | 10:35 AM

આ ગીતની ધૂન પર માત્ર ભારતીયો જ નહીં, વિદેશીઓ પણ જોરદાર ડાન્સ કરી રહ્યાં છે. હાલમાં કોરિયન મહિલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે શ્રીવલ્લી ગીતના હૂક સ્ટેપ્સ કરતી જોવા મળી રહી છે.

હવે કોરિયન મહિલાને ચડ્યો Srivalli ફિવર, વીડિયો જોઈ લોકોએ કહ્યું દીદીએ શું ડાન્સ કર્યો !
Korean woman dances on allu arjuns srivalli song (Image: Instagram video screengrab)

Follow us on

અલ્લુ અર્જુન (Allu Arjun)સ્ટારર તેલુગુ ફિલ્મ પુષ્પાઃ ધ રાઇઝ (Pushpa)બ્લોકબસ્ટર છે અને તેમાં કોઈ શંકા નથી. આ ફિલ્મ ગત વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થઈ હતી, પરંતુ તેનો હાઈપ હજુ પણ લોકોમાં જોર શોરથી બોલી રહ્યો છે. તેના શ્રીવલ્લી ગીત (Srivalli Song)માં અલ્લુ અર્જુને એવો ડાન્સ કર્યો છે કે સોશિયલ મીડિયા પર તેનો ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે. ઈન્સ્ટાગ્રામ પર આ ગીતના હૂક સ્ટેપ્સ પર ડાન્સ કરતા લોકોની રીલનું પૂર આવ્યું છે. આ ગીતની ધૂન પર માત્ર ભારતીયો જ નહીં, વિદેશીઓ પણ જોરદાર ડાન્સ કરી રહ્યાં છે. હાલમાં કોરિયન મહિલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે શ્રીવલ્લી ગીતના હૂક સ્ટેપ્સ કરતી જોવા મળી રહી છે.

વાયરલ થયેલી વીડિયો ક્લિપમાં તમે જોઈ શકો છો કે કોરિયન મહિલાએ એ જ ચેક શર્ટ પહેર્યું છે જે અલ્લુ અર્જુને ફિલ્મ પુષ્પામાં પહેર્યું હતું. મહિલાની પાછળ એક મોટું ટીવી છે, જેના પર અલ્લુ અર્જુનનું શ્રીવલ્લી ગીત વાગી રહ્યું છે. તમે જોઈ શકો છો કે મહિલા આ ગીતના હૂક સ્ટેપને અદ્ભુત રીતે કરે છે. તેને જોઈને લાગે છે કે તે કોઈ પ્રોફેશનલ ડાન્સર છે. કારણ કે તેણે જે રીતે આ હૂક સ્ટેપ કર્યું તે જોઈને તમે પણ આ મહિલાની પ્રશંસા કરશો.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર Korea.g1 નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. યુઝરે કેપ્શનમાં લખ્યું છે કે, ‘આ ડાન્સ સ્ટેપ દેખાય છે એટલું સરળ નથી. પ્રસ્તુત છે અલ્લુ અર્જુનનું કોરિયન વર્ઝન.’ આ વીડિયોને અત્યાર સુધીમાં 11 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 1 લાખ 89 હજારથી વધુ લોકોએ વીડિયોને પસંદ કર્યો છે. આ સંખ્યા સતત વધી રહી છે.

આ વીડિયો જોઈને યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ કોરિયન મહિલાને ડાન્સ કરતી જોઈને ખાસ કરીને ભારતીયોને સૌથી વધુ આશ્ચર્ય થાય છે. કારણ કે જે રીતે મહિલાએ આ ડાન્સનું હૂક સ્ટેપ કર્યું છે તે ખૂબ જ જોરદાર છે. ભારતીયો આ મહિલા પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે.

એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું, ‘ઓહ વાહ તમે અદ્ભુત કર્યું. લાગે છે કે તમે મુંબઈ આવી રહ્યા છો.’ ત્યારે અન્ય એક યુઝરે વખાણ કરતા લખ્યું છે કે, ‘તમે આ ગીતનું હૂક સ્ટેપ ખૂબ જ સારી રીતે કર્યું. તમે અદ્ભુત ડાન્સર છો.’ અન્ય યુઝર કહે છે કે તમારો સ્વેગ પણ અદ્ભુત છે. એકંદરે, યુઝર્સ આ વીડિયોને ખૂબ એન્જોય કરી રહ્યાં છે.

આ પણ વાંચો: પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા નાબાર્ડએ શરૂ કર્યો જીવા કાર્યક્રમ, 11 રાજ્યોમાં ચાલશે અભિયાન

આ પણ વાંચો: સુરતમાં આમ આદમી પાર્ટીમાં બાર સાંધે તેર તૂટે જેવો ઘાટ, રજુઆત કરવા જતા વચ્ચેથી પણ 8 કોર્પોરેટરો ગાયબ !

Next Article