King Of Hearts Mustache: પત્તામાં 4 રાજાઓ હોય છે, જેમાં લાલના રાજાને મૂછ હોતી નથી, જાણો આવું કેમ?
લાલના રાજામાં એવું શું ખાસ છે કે તેની મૂછો નથી બનાવવામાં નથી આવી. તમે ઉપરના ફોટામાં પણ જોઈ શકો છો કે અન્ય ત્રણ રાજાઓને મૂછો છે. હવે આપણે જાણીએ કે તેમાં શું ખાસ છે.

કદાચ તમે પણ પત્તા રમવાના (playing cards) શોખીન હશો અથવા પત્તા રમવાનું પસંદ કરો છો. જો તમે પત્તા રમવાનું જાણો છો તો તમારે એ પણ જાણવું જોઈએ કે પત્તામાં ચાર રાજાઓ હોય છે. તમે આ રાજાઓ દ્વારા ઘણી બધી રમતો જીતી હશે, પરંતુ તમે ભાગ્યે જ એક વસ્તુ નોંધી હશે. આ ચાર રાજાઓમાંથી એક અલગ છે અને તે રાજા લાલનો રાજા છે. આ લાલ રાજા (king of hearts) ખાસ છે કારણ કે આ રાજાને મૂછ નથી.
લાલના રાજાને મૂછ કેમ નથી?
લાલ પર બનેલા રાજા (king of hearts) વિશે ઘણી વાર્તાઓ છે. આ વાર્તાઓ જણાવે છે કે લાલના રાજાને મૂછ કેમ નથી હોતી. બ્રિટિશ અખબાર ધ ગાર્ડિયનની એક વાર્તા કહે છે કે શરૂઆતમાં આ રાજાને પણ મૂછો હતી, પરંતુ એકવાર કાર્ડ્સ ફરીથી ડિઝાઈન કરવામાં આવ્યા પછી ડિઝાઈનર તેની મૂછો બનાવવાનું ભૂલી ગયો. ત્યારથી લાલના રાજા મૂછ વગરના રાજા બની ગયા છે.
આ ભૂલ ન સુધારવાનું એક કારણ એ પણ માનવામાં આવે છે કે ‘કિંગ ઓફ હાર્ટ’ એ ફ્રેન્ચ રાજા ‘શાર્લમેગ્ન’ની તસવીર છે. જે દેખાવમાં સુંદર અને પ્રખ્યાત હતા. એટલે અલગ દેખાવાની ઈચ્છામાં તેણે પોતાની મૂછો કાઢી નાખી. આ જ કારણ હતું કે આ ભૂલ સુધારાઈ ન હતી. કિંગ ઓફ હાર્ટ્સના નામે એક હોલિવૂડ ફિલ્મ પણ બની છે, જેમાં રાજાને મૂછ નહોતી.
એક વાર્તા કહે છે કે એક રાજાને ચાર પુત્રો હતા અને કાર્ડ પરનો રાજા તેમનું પ્રતીક છે. આ ચારમાંથી એક રાજાને મૂછ ન હતી. આ કારણે લાલના રાજાને મૂછ નથી. એક વાર્તા કહે છે કે કાર્ડના ચાર રાજાઓ જુદા જુદા રાજાઓનું પ્રતિનિધિત્વ કરે છે. જેમાં લાલના કાર્ડ પર બનેલા રાજાને મૂછ નહોતી.
કયા રાજાની શું છે વાર્તા
લાલ દિલના રાજા
આ રાજાને લાલ દિલના રાજા (king of hearts) તરીકે ઓળખવામાં આવે છે. બ્રિટિશ અખબાર ધ ગાર્ડિયન દ્વારા કહેવામાં આવ્યું છે કે શરૂઆતમાં આ રાજાની મૂછો પણ હતી, પરંતુ એક વખત કાર્ડને ફરીથી ડિઝાઇન કરવામાં આવી રહ્યા હતા, ડિઝાઇનર તેની મૂછો બનાવવાનું ભૂલી ગયા. ત્યારથી લાલના રાજા મૂછ વગરના રાજા બની ગયા છે.
સ્પેડ્સનો રાજા (King of Spades) એટલે હુકમનો બાદશાહ-ડેવિડ
જે ઇઝરાયેલના જૂના યુગનો રાજા છે. ક્લબનો રાજા એટલે કે પક્ષીઓનો રાજા – આ કાર્ડ પર મેસેડોનિયાના રાજા એલેક્ઝાન્ડર ધ ગ્રેટ છે. જેમણે એક વિશાળ વિસ્તાર જીતી લીધો હતો.
કિંગ ઓફ ક્લબ-રાજા શાર્લેમેન
તેમાં ફ્રાન્સના રાજા શાર્લેમેનનો ફોટો છે. જે રોમન સામ્રાજ્યના પ્રથમ રાજા પણ હતા. તે 747થી 814 ઈસવી સન સુધી રાજા હતો.
લાલ ડાયમંડનો રાજા-જુલિયસ સીઝર
આ પત્તા પર જે રાજાનો ફોટો છે તે રોમન રાજા સીઝર ઓગસ્ટસ (King of Diamonds) છે. તે જ સમયના કેટલાક લોકો એવું પણ કહે છે કે, આ ફોટો જુલિયસ સીઝરનો છે સીઝર ઓગસ્ટસનો નથી.
આ પણ વાંચો: Viral Video: ઈન્ડો-ફ્રેન્ચ દંપતીએ ‘અઝીબ દાસ્તાન હૈ યે’ ગીત ગાઈ, લતા મંગેશકરને આપી અનોખી રીતે શ્રદ્ધાંજલી
આ પણ વાંચો: Viral Video : આ વ્યક્તિએ સાયકલમાંથી બનાવી દીધી Eco Friendly Scooty, જુગાડ જોઇ લોકો બોલ્યા- Waah