Foreign Villages: આ ગામમાં 72 ધોધ છે અને આ દેશનું સૌથી સુંદર ગામ છે, જુઓ વીડિયો

|

Sep 14, 2022 | 9:38 PM

શું તમે વિદેશ (Foreign Villages) જવા ઈચ્છો છો? તો તેની સંસ્કૃતિ અને રહેણી-કહેણી વિશે જાણવું જરૂરી છે કે તે લોકો કેવી રીતે રહે છે, તેનો પહેરવેશ, ખોરાક બધું જાણવું જરૂરી છે. ત્યાં કેટલી વસ્તુઓ તમને મળી રહેશે અને તમારે ત્યાં કેવી રીતે નિયમો ફોલો કરવા પડશે તે જાણવું જરૂરી છે.

Foreign Villages: આ ગામમાં 72 ધોધ છે અને આ દેશનું સૌથી સુંદર ગામ છે, જુઓ વીડિયો
Switzerland Village

Follow us on

આપણે બધા દેશના વિભિન્ન પ્રાંત તેમજ ગુજરાતમાં ઠેર ઠેર ફર્યા હોઈશું, ઘણી જગ્યાએ જવાનું મન પણ થતું હોય છે પણ તે સ્થાન કે પ્રદેશથી આપણે કેટલા વાકેફ છીએ તે જરૂરી છે. જેમ કે, ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા, જંગલની કુંજકુંજ જોવી હતી. એમાં પણ જ્યારે આપણે નવી-નવી વસ્તુઓ જોવાની ઈચ્છા થાય ત્યારે શહેરના લોકોને એક કુતુહલ જાગે કે ગામડાં (Villages) કેવા હશે? તો વિદેશના વિવિધ શહેરને જોઈને અંજાઈ ગયેલાઓના મનમાં ક્યારેક તો સવાલ થયો હશે કે આ શહેર આવુ છે તો તેમના ગામડા કેવા હશે. આજે આપણે વાત કરીએ વિદેશના ગામડાની (Foreign village).

બિઝનેસ કરવા અને ભણવા જતાં લોકો જાણો વિદેશના ગામડા વિશે

શહેરમાં જ જન્મથી મોટા થયેલા લોકો આજકાલ તેમના બાળકોને ગામડાં જોવા માટે લઈ જાય છે. જેથી કરીને તેઓ આપણી સંસ્કૃતિ તેમજ લોકોની રહેણીકરણી અને બોલીથી વાક્ફ થાય. તેવી જ રીતે વિદેશનું પણ છે, ત્યાં પણ ગામડાં આવેલા છે અને તે પણ પોતાની અલગ સંસ્કૃતિ ધરાવે છે. જે લોકો વિદેશ જવા ઈચ્છે છે તેમજ બિઝનેસ કરવા કે ભણવા જવા માટે વિદેશ જવાનું ઈચ્છે છે, તેમણે પણ વિદેશના ગામડાં વિશે જાણવું જોઈએ. કેમ કે જો તમને ત્યાંની સંસ્કૃતિ ફાવે તો તમે ત્યાં રહી શકો છો.

વિદેશમાં જવું હોય તો આટલી વસ્તુઓ જાણો…

શું તમે વિદેશ જવા ઈચ્છો છો? તો તેની સંસ્કૃતિ અને રહેણી-કહેણી વિશે જાણવું જરૂરી છે કે તે લોકો કેવી રીતે રહે છે, તેનો પહેરવેશ, ખોરાક બધું જાણવું જરૂરી છે. ત્યાં કેટલી વસ્તુઓ તમને મળી રહેશે અને તમારે ત્યાં કેવી રીતે નિયમો ફોલો કરવા પડશે તે જાણવું જરૂરી છે. અમે તમને એક વીડિયોના માધ્યમથી તેના ગામડાં વિશે તમને રૂબરૂ કરાવીશું. તમને અહીં ઈંગ્લેન્ડના એક ગામડાંનો વીડિયો આપેલો છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ પણ વાંચો: Foreign Villages: આ ગામના લોકો હળીમળીને એક જ જગ્યા પર કરે છે તહેવારોની ઉજવણી, જુઓ વીડિયો

અહીં જુઓ ગામડાંનો વીડિયો….

લૌટરબ્રુનેન સ્વિટ્ઝરલેન્ડનું કદાચ સૌથી સુંદર ગામ છે. સ્વિસ આલ્પ્સ ખીણમાં સ્થિત, તે ધોધ ગામ તરીકે પણ ઓળખાય છે કારણ કે ત્યાં 72 ધોધ છે જે એકદમ સુંદર લાગે છે. આ ગામમાં ચોખ્ખું પીવાનું પાણી મળી રહે છે. આ ગામના લોકો ખેતી અને પશુપાલન કરે છે. ગામમાં બધા હળીમળીને રહે છે. આ ગામમાં સૌથી ઊંચો ધોધ છે, આ ધોધને ચારે બાજુથી જોઈ શકાય છે. ધોધમાં જવા માટે ગુફા પણ છે. ગુફામાં જઈએ તો ચારે તરફથી પાણી પડતું જોવા મળશે. આ ગામમાં સૌથી વધુ પ્રવાસીઓ ફરવા આવે છે. અહીં આપેલી માહિતી ફકત તમારા નોલેજ માટે જ છે.

Next Article