લો બોલો ,ધારાસભ્યના પુત્રએ iPhone થી કેક કાપી ! લોકોએ આપી કંઈક આવી પ્રતિક્રિયા

સામાન્ય રીતે તમે લોકોને જન્મદિવસ (Birthday)પર છરી વડે કેક કાપતા જોયા હશે, પરંતુ શું તમે ક્યારેય કોઈને આઇફોનથી કેક કાપતા જોયા છે?

લો બોલો ,ધારાસભ્યના પુત્રએ iPhone થી કેક કાપી ! લોકોએ આપી કંઈક આવી પ્રતિક્રિયા
BJP MLA's Son Cuts Cake with iphone

Viral Video: તમે તમારા જન્મદિવસ પર કેક કેવી રીતે કાપી શકો છો? દેખીતી રીતે, તમે છરીનો ઉપયોગ કર્યો હશે. પરંતુ શું તમે ક્યારેય કોઈને ફોનથી કેક કાપતા જોયા છે? તે પણ આઇફોનથી.ત્યારે આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા (Social media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં ભાજપના ધારાસભ્યનો પુત્ર આઈફોનથી (IPhone)કેક કાપતો જોવા મળી રહ્યો છે.

જુઓ વીડિયો

કર્ણાટકના કનકગિરીથી ભાજપના ધારાસભ્ય બસવરાજ દાદેસુગુરના પુત્ર સુરેશ તેમના જન્મદિવસ પર (Birthday Celebration) આઇફોનથી કેક કાપતો જોવા મળ્યો હતો. જેમનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. ધારાસભ્યના પુત્ર બલ્લારી જિલ્લાના હોસાપેટે ખાતે ધારાસભ્યના પુત્રએ તેનો જન્મદિવસ મિત્રો સાથે ઉજવ્યો હતો. વીડિયો (Viral Video) સામે આવ્યા બાદ લોકો પણ તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે. જેમાં એક યુઝર્સ લખ્યુ કે, “આ તેનું જીવન છે”, તો અન્ય યુઝર્સ લખ્યુ કે “આ નિયમોનું ઉલ્લંઘન છે.”

જુઓ લોકોની પ્રતિક્રિયા

 

જાણો ધારાસભ્યએ શું કહ્યું?

બીજી તરફ ધારાસભ્ય બસવરાજે પોતાના પુત્રનો બચાવ કર્યો છે. તેમના કહેવા મુજબ, તેમના પુત્રએ તેમના જન્મદિવસ પર તેમની મહેનતની કમાણીનો ખર્ચ કર્યો હતો. એટલું જ નહીં, તેમણે એમ પણ કહ્યું છે કે કોવિડના (Covid) ખતરાને જોતા દીકરાએ હાથને બદલે આઇફોનનો ઉપયોગ કર્યો હશે.

 

આ પણ વાંચો: સરકારી નોકરીમાં સિલેક્શન થયા બાદ પહેલા અને પછી શું તફાવત આવે છે ? આ રમુજી વીડિયો જોઈને તમે હસીને લોટ પોટ થઈ જશો

આ પણ વાંચો:  Money Heist 5 : મુંબઈ પોલીસ પર ચાલ્યો ‘મની હાઈસ્ટ’નો જાદુ , Bella Ciao ગીતનું ઈન્સ્ટ્રુમેન્ટ વર્ઝન રજૂ કર્યુ

Click on your DTH Provider to Add TV9 Gujarati