સાસરિયામાં વરની ‘ગજ્જબ બેઈજ્જતી’, કાજળ અને તેલ લગાવી કર્યો આવો હાલ, જુઓ Viral Video
લગ્નમાં વિવિધ પ્રકારની વિધિઓ હોય છે, પરંતુ આ વીડિયોમાં જે વિધિ જોવા મળે છે તે ખરેખર વરરાજાના અપમાન સમાન છે. જો કે વરરાજાના અનેક વીડિયો વાયરલ થાય છે પણ આજ સુધી વરરાજાના અપમાનનો આવો વીડિયો તમે નહિ જોયો હોય.
આપણા દેશમાં લગ્નને લઈને વિવિધ રીત-રિવાજો જોવા મળે છે. એ અલગ વાત છે કે સ્થળ પ્રમાણે તેમા કેટલાક ફેરફારો જોવા મળે છે. કેટલીક ધાર્મિક વિધિઓ જોવાની મજા આવે છે, પરંતુ કેટલીક એવી હોય છે કે જેને જોઈને આશ્ચર્ય થવા લાગે છે. તે જ સમયે, કેટલાક એવા વ્યક્તિ હોય છે કે છેલ્લી ઘડીએ ગુસ્સામાં લગ્ન છોડીને જતા રહે છે. આવો જ એક વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે, જે લોકોને સ્તબ્ધ કરી રહ્યો છે.
આ પણ વાચો: કૂતરાની કેટવોક સામે મોડલ્સ પણ ફેલ! લટકા જોઈ યુઝર્સે કહ્યુ આ છે ડોગવોક જુઓ Viral Video
લગ્નમાં વર-કન્યાની સ્થિતિ એવી હોય છે કે તેમને ગમે કે ન ગમે, માથું નમાવીને બધી જ વિધિ કરવી પડે છે. કન્યા તેના સાસરે પહોંચે છે, જ્યાં સેંકડો ધાર્મિક વિધિઓનું પાલન કરવામાં આવે છે, તો બીજી તરફ, કેટલીકવાર જ્યારે વર પણ તેના સાસરે પહોંચે છે, ત્યારે તેની સાથે અલગ રીતે વ્યવહાર કરવામાં આવે છે. આવા જ એક વરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેનું તેના સાસરિયામાં ખૂબ અપમાન કરવામાં આવી રહ્યું છે.
View this post on Instagram
કાજળ અને તેલ લગાડીને વરને વાનર બનાવી દીધો
જો કે સાસરિયાંમાં જમાઈનું સન્માન અને સ્વાગત કરવામાં આવે છે, પરંતુ આ વીડિયોમાં એક અલગ જ દ્રશ્ય જોવા મળી રહ્યું છે. વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે લગ્ન બાદ વરરાજા પોતાની દુલ્હનને લેવા પહોંચી ગયો છે. અહીં તેને ભીડની વચ્ચે બેસાડવામાં આવ્યો છે અને તેના ચહેરા પર કાજળ લગાવવામાં આવે છે. તેના અને તેના સાથીદારોના મોં પર કાજલ વડે અજીબોગરીબ આર્ટવર્ક કરવામાં આવ્યું છે અને પછી માથા પર તેલ લગાવવામાં આવી રહ્યું છે. તેના ચહેરા પર લિપસ્ટિક અને પાવડર પણ લગાવવામાં આવ્યો છે. આ દરમિયાન વરરાજાને ખૂબ સહનશીલતા સાથે આ બધું કરાવતા જોઈને ઈન્ટરનેટ પર લોકો ગુસ્સે થઈ ગયા છે.
આવું કોણ આવકારે ભાઈ!
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર satyamtripathi7072 નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોને 40 લાખથી વધુ એટલે કે 40 લાખ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 1 લાખ 21 હજારથી વધુ લોકોએ તેને લાઈક કર્યો છે. વીડિયો પર કમેન્ટ કરીને લોકોએ આ વિધિને ખરાબ ગણાવી છે અને કહ્યું કે આવું ન કરવું જોઈએ.