#IPLMegaAuction2022: ઇશાન કિશન બન્યો સૌથી મોંઘો ખેલાડી, ફેન્સે મીમ્સ શેર કરી લીધી મજા

|

Feb 12, 2022 | 6:48 PM

ભારતના યુવા વિકેટ કીપર બેટ્સમેન ઈશાન કિશનને મુંબઈ ઈન્ડિયન્સે 15.25 કરોડ રૂપિયા ખર્ચીને ફરી એકવાર ટીમમાં સામેલ કર્યો છે. હરાજીમાં આ બોલી સાથે, સોશિયલ મીડિયા #ishankishan ટોચ પર છે.

#IPLMegaAuction2022: ઇશાન કિશન બન્યો સૌથી મોંઘો ખેલાડી, ફેન્સે મીમ્સ શેર કરી લીધી મજા
Ishan Kishan became the most expensive player

Follow us on

ઇશાન કિશન (Ishan Kishan) વર્તમાન IPL સિઝનનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. મુંબઈ ઈન્ડિયન્સે 15.25 કરોડ રૂપિયા ખર્ચીને તેને ફરી એકવાર ટીમમાં સામેલ કર્યો છે. આ સાથે તે IPL ઓક્શન 2022નો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. તેમજ હરાજીમાં વેચાયેલો બીજો સૌથી મોંઘો ભારતીય. તે તેની બેઝ પ્રાઈસ કરતા લગભગ આઠ ગણી વધારે કિંમત મેળવી શક્યો. પ્રથમ વખત મુંબઈ ઈન્ડિયન્સે કોઈ ખેલાડીને ટીમમાં સામેલ કરવા માટે હરાજીમાં 10 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો છે. #ishankishan સોશિયલ મીડિયા પર પણ ટોપ ટ્રેન્ડમાં છે. મુંબઈ ઈન્ડિયન્સના ચાહકો પણ આ ખેલાડીની વાપસીથી ખૂબ જ ખુશ છે અને આ હેશટેગ સાથે તેમની પોતાની પ્રતિક્રિયાઓ પણ શેર કરવામાં આવી રહી છે.

ઈશાન કિશનના મુંબઈ પરત ફરવાથી તેના ચાહકો ખરેખર ખુશ છે. એક યુઝરે લખ્યું, ‘મને લાગે છે કે રોહિત શર્મા પછી, MI પોતાના નવા કેપ્ટન તરીકે ઈશાનને જ જુએ છે.’ મીમ શેર કરતી વખતે અન્ય એક યુઝરે લખ્યું, ‘યહાં જલવા હૈ હમારા’.

 

આ પણ વાંચો –

Shahid Afridi: પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદી પોતાની પુત્રીને મળી શકતો નથી, ટ્વિટર પર વીડિયો શેર કરીને કહી આ વાત

આ પણ વાંચો –

OMG ! ઓનલાઇન ઇન્ટરવ્યૂમાં મહિલા સાથે ઘટી અજીબ ઘટના, ભૂલથી રેકોર્ડ થઇ ગયો વીડિયો અને પછી થયુ કઇંક આવુ

આ પણ વાંચો –

Shaktiman Fans: ‘શક્તિમાન’ના પાછા આવવાથી ચાહકો ખૂબ જ ખુશ, સોશિયલ મીડિયા પર ‘પુષ્પા’ સ્ટાઈલમાં સામે આવી પ્રતિક્રિયા

Next Article