Viral Video: એક પગ કબરમાં અને એક હાથમાં વાઇનનો ગ્લાસ ! IPS ઓફિસરે શેયર કર્યો દારૂડિયા વૃદ્ધનો વીડિયો

એક વૃદ્ધ દારૂના નશામાં ટેબલ પાસે ઊભો જોવા મળે છે. તે બોટલમાંથી ગ્લાસમાં વાઇન ભરવાનો પ્રયત્ન કરે છે,પણ તેના હાથ ધ્રૂજવા લાગે છે. આ દરમિયાન, તે એ પણ સુનિશ્ચિત કરે છે કે કોઈ તેને જોઈ રહ્યું નથી.

Viral Video: એક પગ કબરમાં અને એક હાથમાં વાઇનનો ગ્લાસ ! IPS ઓફિસરે શેયર કર્યો દારૂડિયા વૃદ્ધનો વીડિયો
IPS shares a must see funny video of an old drunk man
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 17, 2021 | 1:37 PM

સોશિયલ મીડિયાની (Social Media) દુનિયા પણ અદ્ભુત છે. અહીં દરરોજ કોઈને કોઈ ફની વીડિયો (Funny Video) વાયરલ થાય છે. જ્યાં આમાંથી કેટલાક વીડિયો જોયા પછી તમે ચોંકી જશો, જો કેટલાક વીડિયો જોઇને તમે હસી હસીને લોટપોટ થઇ જશો. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેને જોયા પછી તમે ચોક્કસ હસવા પર મજબૂર થઈ જશો.

1 મિનિટ 5 સેકન્ડનો આ વીડિયો દારૂડિયાનો છે. જેને IPS ઓફિસર રૂપિન શર્માએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયોને યુઝર્સ દ્વારા ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.

સલમાન ખાન ખૂબ જ લગ્ઝરી લાઈફ જીવે છે, જુઓ ફોટો
B12નો ડબલ ડોઝ! આ રીતે બાજરીના ચીલા ખાવાથી વધશે વિટામિન B12
શિયાળામાં મળતી ચીલની ભાજી ખાવાથી થાય છે અનેક લાભ
આજનું રાશિફળ તારીખ : 26-12-2024
Fenugreek Seeds : પેટની ચરબીને 20 દિવસમાં ઓગાળી દેશે આ દાણા, દરરોજ સવારે આ રીતે કરો સેવન
Basi Roti Benefits: સવારના નાસ્તામાં વાસી રોટલી ખાવાના છે ચોંકાવનારા ફાયદા, જાણો

તમને જણાવી દઈએ કે 1992 બેચના IPS ઓફિસર રૂપિન શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. તે અવારનવાર તેના ફોલોઅર્સ વચ્ચે ફની વીડિયો અને તસવીરો શેર કરે છે. યુઝર્સ પણ તેની પોસ્ટને ખૂબ પસંદ કરે છે. આ જ કારણ છે કે જ્યારે પણ આઈપીએસ શર્મા કોઈ પોસ્ટ શેર કરે છે તો તે તરત જ વાયરલ થઈ જાય છે. હાલમાં તેનો એક વીડિયો ટ્વીટર પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે જે દારૂની લત સાથે જોડાયેલો છે. બાય ધ વે, અમે તમને જણાવી દઈએ કે તમે આ વીડિયોને પૂરેપૂરો જોયા વગર રહી શકશો નહીં. કારણ કે તેના અંતે એક ટ્વિસ્ટ છે.

વીડિયોમાં તમે જોઇ શકો છો કે એક વૃદ્ધ દારૂના નશામાં ટેબલ પાસે ઊભો જોવા મળે છે. તે બોટલમાંથી ગ્લાસમાં વાઇન ભરવાનો પ્રયત્ન કરે છે,પણ તેના હાથ ધ્રૂજવા લાગે છે. આ દરમિયાન, તે એ પણ સુનિશ્ચિત કરે છે કે કોઈ તેને જોઈ રહ્યું નથી. આ પછી, કોઈક રીતે ગ્લાસમાં વાઇન ભર્યા પછી, તે તેને મોં પાસે લઈ જાય છે, પરંતુ ફરીથી હાથ ધ્રૂજવાને કારણે તે પી શકતો નથી. આ નજારો એટલો રમુજી લાગે છે કે તેને જોયા પછી તમે ચોક્કસ હસી પડશો.

વીડિયો જોઈને તમે પણ કહેશો કે બંને હાથ અને મોં કંપી રહ્યા છે, પરંતુ આ પછી પણ આ વૃદ્ધ કેવી રીતે દારૂ પીવાની કોશિશ કરી રહ્યો છે. મજાની વાત એ છે કે જ્યારે આ વૃદ્ધ દારૂ પીવામાં નિષ્ફળ જાય છે, ત્યારે તે પોતાની આંગળીઓ ડુબાડીને તેને ચાટવા લાગે છે. તે ખરેખર રમુજી લાગે છે.

આ પણ વાંચો – Video : રિવાજના નામે દિયરે ભાભી પર વરસાવ્યો ડંડાનો વરસાદ ! પછી વરરાજાએ જે કર્યુ તે જોઈને તમે હસીને લોટ પોટ થઈ જશો

આ પણ વાંચો –

વિદ્યાર્થીઓ માટે ખુશખબર : IIT એ નવી શિક્ષણ નીતિ હેઠળ આઠ વર્ષનો નવો અભ્યાસક્રમ કર્યો તૈયાર, જાણો અભ્યાસક્રમની તમામ વિગત

g clip-path="url(#clip0_868_265)">