સોશિયલ મીડિયામાં રમૂજી અને જ્ઞાન વર્ધક વીડિયો અથવા તો પેરોડીના વીડિયો ઝડપથી વાયરલ થઈ જાય છે. તાજેતરમાં આવો જ એક વીડિયો વાયરલ થયો છે જેમાં નાનકડું બતકનું બચ્ચું તેમજ નાનકડું ગલૂડિયું જોવા મળે છે. નાનકડું ગલૂડિયું બતકના બચ્ચાને લઇને પથ્થરથી માંડીને પાણીમાં ફરી વળે છે અને આ બંનેની દોસ્તી એવી છે કે બંને એકબીજાનો સાથ છોડતા જ નથી. તો નાનકડું બતકનું બચ્ચું પણ પોતાના પપી ફ્રેન્ડને છોડતું નથી. બંને જણા ભેગાં થઈને સરસ મજાની જગ્યાએ ફરે છે અને ધમાલ મસ્તી કરે છે. આ પ્રકારના વીડિયો ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને અન્ય સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા હોય છે.
સુનિલ સિંઘ રાજપૂત નામના ઇન્સ્ટાગ્રામ આઇડી ઉપરથી આ સરસ મજાનો વીડિયો Careના ટેગ સાથે શેર કર્યો છે. જેમાં બતક અને પપી સાથે મળીને સૂર્યને જુએ છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક પીળા કલરની લેસરની લાઇટ પડે છે અને તેની પાછળ આ બંને મિત્રો ભેગાં મળીને દોડે છે. આગળ જતા જોવા મળે છે કે નાનકડું બતક તેના મિત્ર ગલૂડિયાનો પગ ઉંચો કરીને જાણે તેના દોસ્તના ખભે હાથ મૂકતો હોય તેમ ઉભો રહી જાય છે. આ વીડિયો જોઇને યૂઝર્સને મજા પડી જાય છે. થોડી વાર રહીને વીડિયોમાં જોવા મળે છે કે આ પપી વ્હાલથી એક પતંગિયાને પણ પોતાના નાક ઉપર બેસવા દે છે આથી કેટલાક લોકો કહી રહ્યા છે કે ડકલિન અને પતંગિયાને આ પપી ખૂબ જ વ્હાલ કરે છે.
શરૂઆતનો વીડિયો જોઇને એવું લાગે છે કે નાનકડું ગલૂડિયું બતકને મોંમાં પકડીને શિકાર ન કરી લે, પરંતુ થોડી જ ક્ષણોમાં આ ધારણા ખોટી પડે છે અને બતકનું બચ્ચું ગલૂડિયા પાસે તેની જાતને સુરક્ષિત અનુભવે છે અને બંને જણા મિત્રો બનીને ફરે છે અને મસ્તી કરે છે. આ સરસ મજાનો વીડિયો જોઈને લોકોને ખૂબ મજા આવી રહી છે. લોકો તેમને કયૂટ ફ્રેન્ડ, કેરિંગ ફ્રેન્ડ જેવી ઉપમા આવી રહ્યા છે. સોશિયલ મીડિયામાં આ પ્રકારના અનેક વીડિયો જવા મળે છે અને ખાસ કરીને પ્રાણી અને પક્ષીઓના વીડિયો ખૂબ જ ટ્રેન્ડિગં થતા હોય છે.
Published On - 3:02 pm, Sun, 8 January 23