ટ્રેનના વોશરુમમાં ધોઈ ‘ચાની કિટલી’, વાયરલ થયો Video, રેલવેએ જણાવ્યું સત્ય
ટ્રેનના વોશરૂમમાં ચાની કીટલી ધોતા એક માણસનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ અંગે ભારતીય રેલવેએ એક પોસ્ટ શેર કરીને કહ્યું કે, આ વીડિયો જાણી જોઈને વાયરલ કરવા માટે બનાવવામાં આવ્યો છે.

આજકાલ લોકો સોશિયલ મીડિયા પર વાયરલ થવા માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે. ક્યારેક કોઈ કુદરતી ઘટનાનો વીડિયો વાયરલ થાય છે જેના માટે કોઈ તૈયારી અગાઉથી કરવામાં આવી નથી. કેટલાક કિસ્સાઓમાં વીડિયો જાણી જોઈને બનાવવામાં આવે છે અને પછી વાયરલ કરવામાં આવે છે.
આવો જ એક વીડિયો આજકાલ અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિને ટ્રેનના ટોયલેટમાં ચાની કીટલી ધોતા બતાવવામાં આવી છે. આ સાથે ચેતવણી પણ આપવામાં આવી છે કે જો તમને ટ્રેનમાં ચા પીવાનો શોખ છે તો આ વીડિયો તમારા માટે છે. હવે રેલવેએ કહ્યું છે કે, આ વીડિયો જાણી જોઈને વાયરલ કરવા માટે બનાવવામાં આવ્યો હતો.
ચાની કીટલી ધોતા એક વ્યક્તિનો વીડિયો વાયરલ
આ વીડિયોની સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર @BhanuNand હેન્ડલ દ્વારા ટ્રેનના વોશરૂમમાં ચાની કીટલી ધોતા એક વ્યક્તિનો વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોને જોડીને, રેલવેએ @RailwaySeva હેન્ડલ દ્વારા એક પોસ્ટ પોસ્ટ કરી છે અને કહ્યું છે કે, આ વીડિયો જાણી જોઈને વાયરલ કરવા માટે બનાવવામાં આવ્યો છે.
જુઓ વીડિયો…..
अगर आप चाय पीने की शौकीन हैं और आप ट्रेन में सफर करते हुए चाय पी लेते हैं
तो यह वीडियो आपके लिए ही है pic.twitter.com/lUcOs9t1L9
— Bhanu Nand (@BhanuNand) June 23, 2025
(Credit Source: @BhanuNand)
રેલવેની છબી ખરાબ કરનારા સામે કાર્યવાહી
રેલવે સેવાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે – આ વીડિયો જાણી જોઈને વાયરલ કરવાના ઈરાદાથી બનાવવામાં આવ્યો છે. સૌ પ્રથમ, ભારતીય રેલવે હેઠળનો કોઈ પણ સત્તાવાર કેટરિંગ સ્ટાફ આવા વાસણોનો ઉપયોગ કરતો નથી. તેમાં બતાવેલું વાસણ નવું છે અને સ્પષ્ટપણે વીડિયો બનાવવાના હેતુથી તૈયાર કરવામાં આવ્યું છે.
જે વ્યક્તિ ભારતીય રેલવેની છબી ખરાબ કરવાના ઉદ્દેશ્યથી અપમાનજનક સામગ્રી બનાવવાનો ઇતિહાસ ધરાવે છે. તેની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે અને અમે તમને વિનંતી કરીએ છીએ કે આવી ભ્રામક સામગ્રીનો પ્રચાર કે પ્રસાર ન કરો.
આ પણ વાંચો: ખુલ્લમ ખુલ્લા પ્યાર કરેંગે હમ દોનો! રસ્તા પર ચાલતી બાઈક પર કપલે રોમાન્સ કર્યો, Watch Video
આવા વીડિયો અન્ય ચેટ કે એપ્સ દ્વારા વારંવાર શેર કરવામાં આવતા હોવાથી આવી ક્લિપ્સ ઝડપથી ફેલાઈ જાય છે. મોટાભાગના વાયરલ વીડિયોમાં મજા પડતી હોય છે. આવા જ વાયરલ વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.