આ છે ભારતના સૌથી વધારે સેલેરી મેળવતા મુખ્યમંત્રીઓ ? જાણો આ લિસ્ટમાં કોણ છે નંબર વન મુખ્યમંત્રી

|

Sep 17, 2022 | 11:48 PM

દેશના લોકોને ભલે રાજકારણમાં વધારે રસ ન હોય, દેશના અમુક લોકો ભલે રાજનેતાઓને ગાળો આપતા હોય પણ તેમની સેલરી કેટલી છે તે જાણવાની ઈચ્છા બધાને હોય છે. આજે દરેક રાજ્યના નાગરિકને એ સવાલ તો થતો જ હશે કે તેના રાજ્યના મુખ્યમંત્રીની સેલરી કેટલી હશે (Chief Minister salary) ?

આ છે ભારતના સૌથી વધારે સેલેરી મેળવતા મુખ્યમંત્રીઓ ? જાણો આ લિસ્ટમાં કોણ છે નંબર વન મુખ્યમંત્રી
India's highest paid Chief Ministers
Image Credit source: File photo

Follow us on

India’s highest paid Chief Minister : દેશના લોકોને ભલે રાજકારણમાં વધારે રસ ન હોય, દેશના અમુક લોકો ભલે રાજનેતાઓને ગાળો આપતા હોય પણ તેમની સેલરી કેટલી છે તે જાણવાની ઈચ્છા બધાને હોય છે. આજે દરેક રાજ્યના નાગરિકને એ સવાલ તો થતો જ હશે કે તેના રાજ્યના મુખ્યમંત્રીની સેલરી કેટલી હશે (Chief Minister salary)  તેના વિસ્તારના સાંસદ અને ધારાસભ્યની સેલેરી કેટલી હશે ? દેશમાં ક્યાં રાજ્યના મુખ્યમંત્રીનો પગાર સૌથી વધારે હશે ? હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં તમને આ સવાલનો જવાબ મળી જશે. વાયરલ થયેલા વીડિયોમાં જે જાણકારી આપવામાં આવી છે તે ખરેખર મહત્વની અને જાણવા જેવી છે. આ વીડિયોના માધ્યમથી તમારી કેટલીક માન્યતા પણ ખોટી પડશે.

ભારતમાં 28 રાજ્યો છે, એટેલે આપણા દેશમાં 28 મુખ્યમંત્રીઓ છે. ભારતીય સંવિધાન મુજબ, રાજ્યના મુખ્યમંત્રીની નિયુક્તિ રાજ્યના રાજ્યપાલ કરે છે. તે તમામ મુખ્યમંત્રીઓની સેલેરી અલગ અલગ હોય છે. તેમની સેલેરી રાજ્યનું વિધાનમંડળ નક્કી કરે છે. અને દર 10 વર્ષે તેમની સેલેરીમાં વધારો થાય છે. આ વીડિયોના માધ્યમથી દેશમાં સૌથી વધારે કમાતા મુખ્યમંત્રીઓ વિશે જાણવા મળશે.જુઓ આ વાયરલ વીડિયો.

આ રહ્યો એ વાયરલ વીડિયો


આ વાયરલ વીડિયોમાં ભારતના ટોપ -10 સૌથી વધારે સેલેરી મેળવતા મુખ્યમંત્રીનું લિસ્ટ બતાવવામાં આવ્યુ છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
  1. તેંલગાણાના મુખ્યમંત્રીનો પગાર – 4,10,000/-
  2. દિલ્હીના મુખ્યમંત્રીનો પગાર – 3,90,000/-
  3. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીનો પગાર – 3,65,000/-
  4. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીનો પગાર – 3,55,000/-
  5. મહારાષ્ટ્રના મુખ્યમંત્રીનો પગાર – 3,40,000/-
  6. ગુજરાતના મુખ્યમંત્રીનો પગાર – 3,21,000/-
  7. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીનો પગાર – 3,10,000/-
  8. હરિયાણાના મુખ્યમંત્રીનો પગાર – 2,88,000/-
  9. ઝારખંડના મુખ્યમંત્રીનો પગાર – 2,72,000/-
  10. મધ્યપ્રદેશના મુખ્યમંત્રીનો પગાર – 2,55,000/-

સામાન્ય રીતે માનવામાં આવે છે કે ભારતના રાષ્ટ્રપતિની સેલેરી સૌથી વઘારે હોય છે.તેના પછી ભારતના વડાપ્રધાનની સેલેરી સૌથી વધારે હશે. પણ તમને જણાવી દઈ એ કે ભારતના કેટલાક મુખ્યમંત્રીઓની સેલેરી ભારતના વડાપ્રધાન કરતા પણ વધારે છે.

Next Article