Pond Cafe : આ કેફેમાં મહેમાનોએ બેસવું પડે છે માછલીઓ વચ્ચે, Viral થઇ રહ્યો છે Video
19-સેકન્ડની ક્લિપ સોશિયલ મીડિયા યુઝર દ્વારા Reddit પર પોસ્ટ કરવામાં આવી હતી અને તે ઝડપથી વાયરલ થઈ રહી છે. લોકો આ વીડિયો જોઈને ખૂબ જ ખુશ છે અને અહીં જવા માટે ખૂબ જ ઉત્સાહિત પણ છે.
આ વાત થોડી વિચિત્ર લાગશે પણ આ એક સત્ય ઘટના છે. ઈન્ટરનેટ (Internet) પર એક રેસ્ટોરન્ટનો (Restaurant) એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેમાં ગેસ્ટને ફિશ ટેન્કની અંદર બેસીને તે માછલીઓ સાથે બેસીને ખાવુ પડે છે. હા, તમે બરાબર વાંચ્યું છે. 19-સેકન્ડની ક્લિપ સોશિયલ મીડિયા યુઝર દ્વારા Reddit પર પોસ્ટ કરવામાં આવી હતી અને તે ઝડપથી ઓનલાઈન વાયરલ થઈ રહી છે. લોકો આ વીડિયો જોઈને ખૂબ જ ખુશ છે અને અહીં જવા માટે ખૂબ જ ઉત્સાહિત પણ છે.
પોસ્ટના કેપ્શનમાં લખ્યું હતું કે, ‘પોન્ડ કેફે જ્યાં મહેમાનોને ટેન્કમાં બેસવું પડે છે’ ક્લિપમાં જોઈ શકાય છે, એક રૂમ ખુરશીઓ અને ટેબલો સાથે ગોઠવવામાં આવ્યો છે, ફ્લોર પર મહેમાનોના પગ ડૂબે તેટલું પાણી ભરેલુ છે. તમે પાણીમાં ઘણી રંગબેરંગી માછલીઓને પણ તરતા જોઈ શકશો. આ વીડિયો ખૂબ જ ક્યૂટ છે અને લોકો આ વીડિયો પર ઘણી પ્રતિક્રિયાઓ પણ શેર કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે દિવાલ પર એક બોર્ડ પણ દેખાઈ રહ્યું છે, જેના પર સ્વીટ ફિશ કેફે લખેલું છે, પરંતુ તેનું લોકેશન સમજાતું નથી. વીડિયો વાયરલ થતાં જ સોશિયલ મીડિયા યુઝર્સ ફિશ-ટેન્ક રેસ્ટોરન્ટને જોઈને ખૂબ જ મૂંઝવણમાં મૂકાઈ ગયા હતા. આ વીડિયો પર હજારો લાઈક્સ અને કોમેન્ટ્સ પણ જોવા મળી રહી છે. એકસાથે, લોકો વીડિયો અપલોડ કરી રહ્યાં છે અને તેને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી રહ્યાં છે.
લોકોના રિએક્શન વિશે વાત કરીએ તો એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું, ‘આ વીડિયો ખૂબ જ ડરામણો છે’ અન્ય એક યુઝરે લખ્યું, ‘જો કોઈ ગેસ્ટનું ખાવાનું ભૂલથી પાણીમાં પડી જાય તો પાણીમાં રહેલી માછલીઓને તકલીફ થઈ શકે છે.’ ત્રીજા યુઝરે લખ્યું, ‘આ વીડિયો ખૂબ જ અદ્ભુત છે, હું ચોક્કસપણે આ સ્થળની એકવાર મુલાકાત લેવાનું પસંદ કરીશ’ અન્ય એક યુઝરે લખ્યું, આ વીડિયો એકદમ ફેક લાગે છે, કદાચ કોઈએ આ વીડિયોને એડિટ કરીને માછલીઓ મૂકી છે’ આ સિવાય વીડિયોમાં ઘણા બધા ઈમોજી પણ જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો –
આ પણ વાંચો –