પ્રખ્યાત થયેલા ઘોડે સવાર ડિલવરી બોયનું નામ આવ્યુ સામે, આ વ્યક્તિને મળશે 5000નું ઈનામ!

Swiggy identifies Video Man: થોડા દિવસ પહેલા એક ઘોડે સવાર સ્વિગી ડિલવરી બોયનો વીડિયો વાયરલ થયો હતો. સ્વિગી કંપનીએ આ ડિલવરી બોયનું નામ જણાવનારને 5 હજારનું ઈનામ આપવાની જાહેરાત કરી હતી.

પ્રખ્યાત થયેલા ઘોડે સવાર ડિલવરી બોયનું નામ આવ્યુ સામે, આ વ્યક્તિને મળશે 5000નું ઈનામ!
Viral NewsImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2022 | 1:44 PM

Swiggy identifies Viral Video Boy: સોશિયલ મીડિયા પર અનેક એવા વીડિયો વાયરલ (Viral Video) થતા હોય છે, જે લાંબા સમય સુધી ચર્ચામાં રહે છે. તે વીડિયોમાં જે રહસ્ય હોય છે તે જાણવાની સૌને જીજ્ઞાસા હોય છે. હાલમાં જ ઘોડા પર સ્વિગી બેગ સાથે ડિલિવરી કરતો એક વીડિયો વાયરલ થયો હતો. સ્વિગી કંપની પણ તેની શોધમાં હતી. સ્વિગી કંપનીએ આ ડિલવરી બોયનું નામ જણાવનારને 5 હજારનું ઈનામ આપવાની જાહેરાત કરી હતી. આખરે તેની શોધ સમાપ્ત થઈ છે. ફૂડ ડિલિવરી કંપની રહસ્યમય યુવકની ઓળખ કરવામાં સફળ રહી છે.

કંપનીએ આ ઘોડેસવારની શોધ પૂર્ણ કરી છે. સ્વિગીએ પ્રેસનોટ જાહેર કરીને ડિલિવરી બોયને ઓળખી કાઢ્યો છે, જે તેની પીઠ પર સ્વિગી બેગ સાથે ઘોડા પર સવારી કરતો જોવા મળ્યો હતો. આ અંગે કંપનીએ એક પ્રેસ રિલીઝ બહાર પાડીને સોશિયલ મીડિયા યુઝર્સની તમામ શંકાઓને દૂર કરી છે.

આ પણ વાંચો

સ્વિગીએ પહેલા આ પ્રેસનોટ જાહેર કરી હતી

ડિલીવરી બોયની થઈ ઓળખ

પ્રેસ રિલીઝમાં સ્વિગીએ સ્પષ્ટતા કરી કે તે સુશાંત નામનો 17 વર્ષનો કિશોર છે. જે સ્વિગીનો ડિલિવરી બોય નથી. તેણે આ બેગ તેના મિત્ર પાસેથી લીધુ હતુ, જે પરત કરવાનું તે ભૂલી ગયો હતો. તે લગ્નોમાં ઘોડાઓને શણગારવાનું કામ કરે છે. સ્વિગીએ વધુમાં સ્પષ્ટતા કરી હતી કે ટ્વિટર પર શેર કર્યા મુજબ ઘોડાનું નામ “તુફાન” કે “વિજળી” નથી.

બેગમાં હતી આ વસ્તુઓ

સ્વિગીએ વધુમાં ઉમેર્યું હતું કે તેની બેગમાં લગ્ન માટે ઘોડાઓને શણગારવા માટે ભરતકામવાળા પડદા અને તેને લગતા સામન હતા. તેના ઘોડાનું નામ શિવ છે.

આ વ્યક્તિને મળશે 5000નું ઈનામ

આ પ્રેસનોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે દિવસે આ વીડિયો વાયરલ થયો હતો, તે દિવસે સુશાંત લગ્નમાંથી ઘરે પરત ફરી રહ્યો હતો અને આ વીડિયો અવિ નામના વ્યક્તિએ કેપ્ચર કર્યો હતો, જેને રૂ.5000નું ઈનામ મળશે. જેનુ કંપનીએ વચન આપ્યુ હતુ.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">