ઘોડા પર બેસીને ફૂડ ડિલીવરી કરતા ડિલીવરી બોયને શોધી રહ્યુ છે Swiggy, નામ જણાવનારને મળશે મોટું ઈનામ!

એક સ્વિગી ડિલિવરી બોયના વીડિયોએ (Swiggy Delivery Boy viral video) સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે. વાયરલ વીડિયોમાં (Viral video) દેખાય રહ્યુ છે કે આ વ્યક્તિ તેની પીઠ પર સ્વિગીની પાર્સલ બેગ લટકાવતો અને ફૂડ પહોંચાડવા માટે ઘોડા પર જતો જોવા મળ્યો હતો.

ઘોડા પર બેસીને ફૂડ ડિલીવરી કરતા ડિલીવરી બોયને શોધી રહ્યુ છે Swiggy, નામ જણાવનારને મળશે મોટું ઈનામ!
Swiggy delivery boy
TV9 GUJARATI

| Edited By: Abhigna Maisuria

Jul 06, 2022 | 9:46 PM

કેટલીકવાર લોકો ફેમસ થવા, મસ્તીમાં કે કોઈ મજબૂરીને કારણે એવા કામ કરે છે, જે લોકોમાં ચર્ચાનો વિષય બની જાય છે. હાલમાં એક ડિલિવરી બોય આવા જ એક કામને કારણે સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો હતો છે. એક સ્વિગી ડિલિવરી બોયના વીડિયો(Swiggy Delivery Boy viral video) સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે. વાયરલ વીડિયોમાં (Viral video) દેખાય રહ્યુ છે કે આ વ્યક્તિ તેની પીઠ પર સ્વિગીની પાર્સલ બેગ લટકાવતો અને ફૂડ પહોંચાડવા માટે ઘોડા પર જતો જોવા મળ્યો હતો.

સૌ કોઈ આ ડિલીવરી બોય વિશે જાણવા માંગ છે પણ આપણી જેમ આ કંપનીને પણ તેના આ ડિલીવરી બોય વિશે જોઈ જાણકારી નથી. બાઈક કે સાઈકલ ઉપરાંત ફૂડ ડિલિવર કરવાની આ ખાસ રીત લોકોને જ નહીં, પરંતુ સ્વિગીને પણ પસંદ આવી છે. તે ડિલિવરી બોય વિશે જાણવા માટે આતુર છે.

સ્વિગી એ કરી આ જાહેરાત

સ્વિગી કંપનીએ ટ્વીટર પર એક નિવેદન બહાર પાડ્યું છે, જેમાં તેણે ઘોડા સાથે ફૂડ ડિલિવરી બોયને શોધવા માટે લોકોની મદદ માંગી છે.  નિવેદનમાં કંપનીએ એક પછી કેટલાક સવાલો કર્યા છે, જેમાં લખ્યું છે કે, ‘કોણ છે આ બહાદુર યુવા સ્ટાર? તે તોફાન ડ્રાઈવિંગ છે કે વીજળી? તે તેની પીઠ પર જે બેગ લઈ રહ્યો છે તેમાં શું છે? જ્યારે તે ઓર્ડર આપવા ગયો ત્યારે તેણે પોતાનો ઘોડો ક્યાં પાર્ક કર્યો હતો?’. આ સાથે કંપનીએ એ પણ જાહેરાત કરી છે કે જે પણ આ વ્યક્તિ વિશે માહિતી આપશે તેને 5 હજાર રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.

આ પણ વાંચો

લોકોએ આ ઘોડા સવારનો આ અંદાજનો વીડિયો ખુબ પંસદ કર્યો હતો. લોકોએ આ વીડિયોને ખુબ વાયરલ કર્યો હતો. આ વીડિયો વાયરલ થવાને કારણે સ્વિગી કંપનીએ આ નિવેદન આપ્યુ અને આ ડિલવરી બોય વિશે જાણવાની ઈચ્છા વ્યક્ત કરી. સ્વિગી કંપની પાસે એ માહિતી નથી હોતી કે તેનો ડિલવરી બોય સાઈકલ લઈને આવે છે કે બાઈક કે ઘોડો. તેના કારણે તેમણે લોકોની મદદ માંગી છે. આ વીડિયો મુંબઈનો હતો.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati