AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વરરાજા લગ્ન મંડપમાં ન પહોંચ્યા તો કન્યા વરરાજાના ઘરે પહોંચી ગઈ, વરરાજાના ઘર બહાર કન્યાએ કર્યા ધરણા

બંને પરિવારોની સંમતિથી ડો.ડિમ્પલ અને ડો.સુમિતના લગ્ન વાજતે ગાજતે થવાના હતા. ડૉ.ડિમ્પલ લગ્નનો પહેરવેશ પહેરીને તૈયાર થઈ ગઈ હતી, પરંતુ વરરાજા ડૉ.સુમિત જાન લઈને તેમના ઘરે પહોંચ્યા ન હતા.

વરરાજા લગ્ન મંડપમાં ન પહોંચ્યા તો કન્યા વરરાજાના ઘરે પહોંચી ગઈ, વરરાજાના ઘર બહાર કન્યાએ કર્યા ધરણા
Bride Protest
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 24, 2021 | 7:16 PM
Share

ઓડિશા (Odisha)માં બહેરામપુર (Behrampur) શહેરમાં એક લગ્ન દરમિયાન વિચિત્ર ઘટના બની. લગ્ન મંડપમાં વરરાજા (groom) ન પહોંચ્યા તો દુલ્હન (bride)ના વેશમાં સજ્જ ડિમ્પલ નામની કન્યા પોતાનો સામાન લઈ તેની માતા સાથે સાસરીમાં પહોંચી ગઈ અને વરરાજાના ઘરની સામે ધરણા પર બેસી ગઈ.

સમાચાર અનુસાર ડિમ્પલ દાસ હોમિયોપેથી ડોક્ટર છે અને તે બેરહામપુર શહેરમાં રહે છે. તેની મુલાકાત એલોપેથીના ડોક્ટર સુમિત સાહુ સાથે થઈ અને બંને પહેલા મિત્ર બન્યા અને આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. બંને લગભગ 7 મહિના સુધી લિવઈન રિલેશનશિપમાં હતા.

રજીસ્ટર મેરેજ થઈ ગયાનો દાવો

મહિલા ડિમ્પલે દાવો કર્યો છે કે તેના લગ્ન એક યુવક (સુમિત) સાથે થઈ ગયા છે. 7 સપ્ટેમ્બર 2020ના રોજ તેમના રજીસ્ટર મેરેજ થયા હતા. બંને પતિ-પત્ની રૂપે એક જ રૂમમાં રહેતા હતા. દરમિયાન બંને પરિવારો હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કરવા સંમત થતા લગ્ન માટે દિવસ નક્કી કરવામાં આવ્યો હતો.

વરરાજાનો સંપર્ક ન થયો

બંને પરિવારોની સંમતિથી ડો.ડિમ્પલ અને ડો.સુમિતના લગ્ન વાજતે ગાજતે થવાના હતા. ડૉ.ડિમ્પલ લગ્નનો પહેરવેશ પહેરીને તૈયાર થઈ ગઈ હતી, પરંતુ વરરાજા ડૉ.સુમિત જાન લઈને તેમના ઘરે પહોંચ્યા ન હતા. ડિમ્પલ દાસ ચિંતામાં આવી ગઈ હતી અને તેણે ઘણી વખત ડૉક્ટર સુમિતનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સંપર્ક થઈ શક્યો ન હતો. તેથી કન્યા વરરાજાના ઘરે પહોંચી ગઇ હતી.

વરરાજાના ઘરે કોઇ ઉત્સવ નહીં

કન્યા જ્યારે વરરાજાના ઘરે પહોંચી ત્યારે વરરાજાના ઘરની બહાર કોઈ ઉત્સવનું વાતાવરણ ન હતું. આ પછી કન્યા ડૉ. ડિમ્પલને વર અને તેના પરિવારના સભ્યોની યુક્તિઓ સમજાઈ ગઈ. નારાજ પત્ની ડિમ્પલ લગ્ન કરવા માટે મનસૂબો બનાવીને છોકરાના ઘરના વરંડામાં ધરણા પર બેસી ગઈ હતી. માહિતી મળ્યા બાદ સ્થાનિક મહિલા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ડિમ્પલને સમજાવીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસનું નિવેદન

બેરહામપુરના એસપી પિનાક મિશ્રાએ કહ્યું કે ”મહિલા ડોક્ટર ડિમ્પલ ડો. સુમિત સાથે રહેવાની જીદ કરી રહી છે, જ્યારે છોકરાના પક્ષનું કહેવું છે કે અમે છૂટાછેડા માટે કોર્ટમાં કેસ દાખલ કર્યો છે.” પોલીસ બંને પક્ષોને સમજાવવાનો પ્રયાસ કરી રહી છે અને સ્થિતિ પર નજર રાખી રહી છે.

અગાઉ પણ કન્યાએ ફરિયાદ કરી હતી

એસપીએ એ પણ જણાવ્યું કે ડિમ્પલે થોડા મહિના પહેલા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી કે તેણીને હેરાન કરવામાં આવી રહી છે. આ કેસમાં ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી છે. આ મામલો કોર્ટમાં પેન્ડિંગ છે. ડિમ્પલની ફરિયાદ અને કોર્ટના આદેશ અનુસાર પોલીસ આગળની કાર્યવાહી કરશે.

આ પણ વાંચો: UPSC Success Story: એન્જિનિયરિંગ પછી અનુપમાએ શરૂ કરી UPSCની તૈયારી, બીજા પ્રયાસમાં બની IAS ઓફિસર

આ પણ વાંચો: BOB Recruitment 2021: બેંકમાં નોકરી માટે મળી રહી છે તક, જાણો વેકેન્સીની સંપૂર્ણ માહિતી

Follow Us
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
અમદાવાદમાં કાલે જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી થશે મહાભિષેક
અમદાવાદમાં કાલે જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી થશે મહાભિષેક
અમદાવાદ એરપોર્ટ પર 11 કરોડનું ડ્રગ્સ જપ્ત, એક મુસાફર ઝડપાયો
અમદાવાદ એરપોર્ટ પર 11 કરોડનું ડ્રગ્સ જપ્ત, એક મુસાફર ઝડપાયો
અસહ્ય ભેજ અને ગરમી વચ્ચે 2 થી 3 જુલાઈએ તૂટી પડશે 'વરસાદ'
અસહ્ય ભેજ અને ગરમી વચ્ચે 2 થી 3 જુલાઈએ તૂટી પડશે 'વરસાદ'
પાટણમાં વરઘોડા પર હુમલાનો આરોપ, પરિવારના સભ્યો ઈજાગ્રસ્ત
પાટણમાં વરઘોડા પર હુમલાનો આરોપ, પરિવારના સભ્યો ઈજાગ્રસ્ત
સુરેન્દ્રનગર ખાતે 36 દિવસમાં પુલના પોપડા ઉખડી પડતા ગ્રામજનોમાં રોષ
સુરેન્દ્રનગર ખાતે 36 દિવસમાં પુલના પોપડા ઉખડી પડતા ગ્રામજનોમાં રોષ
વરસાદ ખેંચાતા વડોદરાનો જીવાદોરી સમાન આજવા ડેમ તળિયા ઝાટક
વરસાદ ખેંચાતા વડોદરાનો જીવાદોરી સમાન આજવા ડેમ તળિયા ઝાટક
ઉચ્ચ સરકારી અધિકારીઓના બાંધકામ પર દાદાનુ બૂલડોઝર ચાલ્યું, જુઓ વીડિયો
ઉચ્ચ સરકારી અધિકારીઓના બાંધકામ પર દાદાનુ બૂલડોઝર ચાલ્યું, જુઓ વીડિયો
અફઘાનિસ્તાનમાં આવ્યો ભૂંકપ, ભારતના શહેરો ધ્રુજ્યા
અફઘાનિસ્તાનમાં આવ્યો ભૂંકપ, ભારતના શહેરો ધ્રુજ્યા
g clip-path="url(#clip0_868_265)">