ખોવાઈ ગયેલી પત્નીને શોધવા માટે પતિએ ખર્ચા 1 કરોડ, છેલ્લે બોયફેન્ડ સાથે મળી પત્ની

|

Jul 31, 2022 | 6:13 PM

Viral News : હાલમાં સોશિયલ મીડિયા પર એક સમાચાર વાયરલ થયા છે. જેને જોઈને લોકો કહી રહ્યા છે કે પતિ પત્ની ઓર વો.

ખોવાઈ ગયેલી પત્નીને શોધવા માટે પતિએ ખર્ચા 1 કરોડ, છેલ્લે બોયફેન્ડ સાથે મળી પત્ની
Viral News
Image Credit source: file photo

Follow us on

Viral News :સંબંધો જીવનમાં ખુબ જ અમૂલ્ય હોય છે. સંબંધો સારા હોય તો વ્યક્તિને તેના ખરાબ સમયમાં, તેના સારા પ્રશંગોમાં તેને લોકોનો સાથ મળે છે. આ સંબંધો ટકાવી રાખવા માટે સૌથી જરુરી છે વિશ્વાસ. જો એક બીજા પ્રત્યે વિશ્વાસના હોય તો તો સંબંધા તૂટી જાય છે અને દરેક સંબંધો પૂરી પ્રમાણિકતા સાથે નીભાવવા જોઈએ. ભૂતકાળમાં આપણે એવી અનેક વાતો સાંભળી છે જેમાં વિશ્વાસઘાતને કારણે સંબંધો તૂટયા છે અને તેમની વાત લોકોની ચર્ચાનો વિષય બની જાય છે. પતિ-પત્નીના સંબંધમાં પણ પ્રેમ, વિશ્વાસ અને પ્રમાણિકતાની જરુર બને છે, જો આ ત્રણેય ન હોય તો સંબંધો વેરવિખેર થઈ જાય છે. હાલમાં આંધ્રપ્રદેશમાં (Andhra Pradesh) બનેલી ઘટના સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ છે.

વિશાખાપટ્ટનમમાં એક મહિલા તેના પતિ સાથે લગ્નની એનિવર્સરી ઉજવવા માટે દરિયા કિનારે ગઈ હતી અને અચાનક પત્ની ગાયબ થઈ ગઈ. પતિ ગભરાઈ ગયો. તેને લાગ્યુ કે તેની પત્ની દરિયામાં ડૂબી ગઈ છે. તેણે પત્નીને શોધવા માટે મરીન પોલિસ, તરવૈયા, માછીમારો અને મરીન પોલીસની મદદ લીધી. તેના માટે તેણે 1 કરોડ ખર્ચી કાઢયા. પણ છેલ્લે તેની પત્ની એવી જગ્યાએથી મળી જેની તે પતિએ કલ્પના પણ નહીં કરી હોય.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

પત્નીને શોધવા પતિએ હેલિકોપ્ટરથી કર્યુ સર્ચ ઓપરેશન

 

આ મહિલાનું નામ સાઈપ્રિયા છે અને તેના પતિનું નામ શ્રીનિવાસ છે. તેના લગ્નની એનિવર્સરી પર તેઓ દરિયા કિનારે ફરવા ગયા હતા. તેની પત્ની ગાયબ થતા શ્રીનિવાસે 1 કરોડ ખર્ચી પત્નીની શોધખોળ કરી અને પોલીસ ફરિયાદ પણ કરી. દરિયાની અંદર પણ તપાસ કરવામાં આવી અને હેલિકોપ્ટરથી હવાઈ નિરીક્ષણ પણ કરવામાં આવ્યુ.

આ ચક્કરમાં તેણે 1 કરોડ ખર્ચયા પણ તેની પત્ની તેના બોયફ્રેડ સાથે મળી હતી. તેની પત્ની સાઈપ્રિયા તેના પ્રેમી રવિ સાથે ભાગી ગઈ હતી. આ કિસ્સો સાંભળી સોશિયલ મીડિયા પર લોકોએ પોતાની પ્રતિક્રિયા પણ આપી છે. એક યુઝરે કહ્યુ – પત્ની 1 કરોડનું નુકશાન કરીને ભાગી ગઈ. એક યુઝરે તો એમ પણ કહ્યુ કે,પતિ માટે તેની લગ્ન એનિવર્સરી યાદગાર રહેશે.

Next Article